Kitchen Tips: આપણા રસોડામાં ખાવા પીવાની એવી ઘણી વસ્તુઓ હોય છે જેને સ્ટોર કરવામાં ધ્યાન રાખવામાં ન આવે તો તે જલ્દી ખરાબ થઈ જાય છે અથવા તો તેમાં ધનેડા કે અન્ય જીવાત થઈ જાય છે. આવી વસ્તુઓમાં એકવાર જીવાત થઈ જાય તો પછી તેને ફેંકવી જ પડે છે કારણ કે તેને સાફ કરીને પણ ઉપયોગમાં લેવામાં જીવ નથી ચાલતો. આવું સૌથી વધારે સુજી એટલે કે રવામાં, મેંદાના લોટમાં અને ચણાના લોટમાં થાય છે. આ ત્રણેય વસ્તુઓમાં ધનેડા અને જીવાત ઝડપથી થઈ જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ચોખાનુ પાણી ફેંકવાનું બંધ કરી લગાડો ચહેરા પર, પાર્લરના ખર્ચા વિના ચહેરા પર વધશે ગ્લો


જો તમારા ઘરમાં પણ ચણાનો લોટ રવો અને મેંદો આ રીતે વારંવાર ખરાબ થતા હોય તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજે તમને કેટલીક એવી ટીપ્સ વિશે જણાવીએ જે ફોલો કરશો તો આ ત્રણેય વસ્તુમાં ક્યારેય ધનેડા કે જીવાત નહીં પડે. 


રવો, મેંદો અને ચણાનો લોટ સ્ટોર કરવાની રીત


આ પણ વાંચો: સવારે જાગીને ઠંડા પાણીથી ચહેરો ધોવાથી થાય છે આ જબરદસ્ત ફાયદા મળે છે Instant Glow


કડવો લીમડો


જ્યારે તમે રવો, મેંદો કે ચણાનો લોટ ડબ્બામાં ભરો ત્યારે એર ટાઈટ કન્ટેનર પસંદ કરો. આ સિવાય આ ડબ્બામાં કડવા લીમડાના પાનને સાફ કરી બરાબર સુકવીને રાખી દેવા જોઈએ. આ વસ્તુઓની ઉપર 10 થી 12 લીમડાના પાન રાખી દેશો તો તેમાં ધનેડા નહીં થાય. 


કપૂર


કપૂરની મદદથી પણ આ વસ્તુઓને સાચવી શકાય છે. તમે જે ડબ્બામાં ચણાના લોટના મેંદાના કે રવાના પેકેટ રાખતા હોય તેમાં કપૂર રાખી શકો છો. કપૂરને એક કપડામાં કે કાગળમાં બાંધીને રાખશો તો ડબ્બામાં ક્યારેય જીવાત નહીં થાય. 


આ પણ વાંચો: ટાલમાં પણ 1 મહિનામાં ઉગવા લાગશે નવા વાળ, અઠવાડિયામાં 2 વાર માથામાં લગાડો આ વસ્તુ


શેકીને સ્ટોર કરો


રવો એવી વસ્તુ છે જે સૌથી પહેલા ખરાબ થઈ જાય છે. જો તેને સ્ટોર કરતાં પહેલાં તમે ધીમા તાપે શેકીને સ્ટોર કરશો તો રવો લાંબા સમય સુધી ખરાબ નહીં થાય.


તમાલ પત્ર


મેંદાના લોટમાં, રવામાં અને ચણાના લોટમાં તમે તમાલપત્ર પણ રાખી શકો છો. તમાલપત્રની તીવ્ર સુગંધથી જીવજંતુ ડબ્બામાં ફરકશે પણ નહીં.


આ પણ વાંચો: પેટની લટકતી ચરબીને ઝડપથી ઓગળશે 1 ચમચી હળદર, જાણો કેવી રીતે અને કયા સમયે ખાવી હળદર


ફ્રીજમાં રાખો


જો તમે એક સાથે વધારે પ્રમાણમાં રવો કે મેંદો લઈને ઘરમાં સ્ટોર કરો છો તો જરૂરીયાત પૂરતી જ વસ્તુ બહાર રાખો. વધારાના પેકેટને ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. ફ્રિજમાં આ વસ્તુઓ રાખવાથી તે લાંબા સમય સુધી સારી રહે છે. 


ફુદીનાના પાન


રવો, મેંદો અને ચણાનો લોટ ખરાબ ન થાય તે માટે તેમાં ફુદીનાના પાન પણ રાખી શકાય છે. તેના માટે તાજા ફુદીનાને ધોઈને તેના પાનને સુકવી લેવા. પાન બરાબર સુકાઈ જાય પછી આ વસ્તુઓ પર તેને મૂકી દેવા. ફુદીનાના પાનની સુગંધથી પણ રવા અને મેંદાના લોટમાં ધનેડા નથી થતા.


આ પણ વાંચો: ઉનાળામાં આ 3 ઘરગથ્થુ વસ્તુઓથી કરો સ્કીન કેર, ગરમીમાં પણ બેદાગ અને સુંદર દેખાશે ચહેરો


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)