ઝી બ્યૂરો, અમદાવાદઃ દુબળા-પાતળા હોવાથી અવારનવાર લોકોની મજાક અને મશ્કરી સહન કરવાનો વારો આવતો હોય છે. નાનપણથી જ આપણે જોતા આવ્યાં છીએ આપણી આસપાસના આવા લોકો સાથે ઘણીવાર મજાકના નામે ખુબ જ ખરાબ વ્યવહાર કરવામાં આવતો હોય છે. શું તમે પણ ઓછા વજન અને દુબળા-પતળા હોવાને કારણે પરેશાન છો? ફિકર નોટ આ ટિપ્સ અપનાવો તમારું શરીર થઈ જશે લોખંડ જેવું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે પણ વજન વધારવા માંગતા હો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. જેમ કેટલાક લોકો વજન વધારવાની ચિંતા કરે છે, તે જ રીતે કેટલાક લોકો પાતળા થવાની ચિંતા કરે છે અને વજન વધારવા માટે ઘણા ખર્ચાળ ઉત્પાદનો પર હજારો રૂપિયા ખર્ચ કરે છે તેમ છતાં પણ વજન વધતું નથી. ત્યારે આજે અમે તમને તે વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ, તેનું સેવન કરવાથી તમે વજન વધારી શકો છો અને તમારા શરીરને ફીટ રાખી શકો છો. વજન વધવું એ તમારી જીવનશૈલીનું જોડાણ છે. જો તમારે પણ વજન વધારવું છે, તો તમારે ડાયટ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે..આ પાંચ વસ્તુનો સેવન કરશો તો તમારું વજન ચૌક્કસ વધશે.


આ 5 વસ્તુનું કરો સેવનઃ
1) દૂધ અને કેળા:
વજન વધારવા માટે કેળા પણ એક મહત્વપૂર્ણ સ્રોત છે. તેને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે. જેમાં ચરબી અને ખાંડ હોય છે, જે શરીરમાં માત્ર એનર્જી જ નહીં, પણ અન્ય પોષક તત્વો પણ હોય છે. જો તમારે ઝડપથી વજન વધારવું હોય તો દૂધ સાથે કેળા ખાઓ.


2) બાફેલા ઈંડા:
પ્રોટીનથી ભરપૂર ઇંડા વજન વધારવામાં મદદરૂપ થઈ શકે છે. કારણ કે તેમાં ચરબી અને કેલરી વધારે જોવા મળે છે. જો તમે વજન વધારવાનું વિચારી રહ્યા છો, તો તમારે દરરોજ એક કે બે ઇંડા ખાવા જોઈએ. વજન વધારવા માટે, બાફેલા ઇંડા ખાવા જોઈએ અને કાચા ઇંડાથી બચવું જોઈએ.


3) કિશમિશઃ
વજન વધારવાનો પ્રયાસ કરતા લોકોએ કિસમિસની મિત્રતા કરવી જોઈએ. જો તમે દરરોજ કિસમિસનું સેવન કરવાનું શરૂ કરો છો, તો પછી ઝડપી લાભ થશે. સંતુલિત માત્રામાં અને રાત્રે પલાળીને કિસમિસ અને અંજીર ખાઈ શકો છો. આનાથી માત્ર વજન જ નહીં, પરંતુ અનેક પ્રકારના રોગો પણ દૂર થશે.


4) બદામ:
બદામના ઘણા ફાયદા છે. બદામ વજન વધારવાનો ઉત્તમ સ્રોત પણ છે. જો તમે દરરોજ તેનું સેવન કરો છો તો થોડા મહિનામાં તમારું વજન વધી શકે છે. આ માટે તમારે આખી રાત 3-4- બદામ પાણીમાં પલાળીને સવારે પીસીને દૂધ સાથે લેવી પડશે. 


5) પીનટ બટરનો કરો ઉપયોગ:
પિનર બટરથી વજન પણ વધારી શકાય છે. મગફળીના માખણને પીનટ બટર કહે છે. તમે તેને બ્રેડ પર કે રોટલી સાથે લગાવીને ખાઈ શકો છો. તેમાં ઉચ્ચ કેલરી અને કાર્બોહાઈડ્રેટ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે વજન વધારવામાં મદદગાર છે.


(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી સુચના સામાન્ય જાણકારી અને માન્યતાઓ પર આધારિત છે. કોઈપણ પ્રયોગ કરતા ડાયેટ અને ફિટનેસ નિષ્ણાતની સલાહ લેવી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube