Steel Cup Cleaning Tips: ભલે આજકાલ સિરામિક કપનો ટ્રેન્ડ ઘણો વધી ગયો હોય છતાં પણ ઘણા ઘરોમાં સ્ટીલના કપનો ઉપયોગ થાય છે. સ્ટીલ એક મજબૂત અને ટકાઉ મટેરિયલ છે, તેમાં નીચે પડે તો તૂટવાનો ખતરો બિલકુલ રહેતો નથી. પરંતુ તેને સ્વચ્છ રાખવું એક પડકારરૂપ છે. તમે અવારનવાર જોયું હશે કે વધુ પડતા ઉપયોગને કારણે સ્ટીલના તળિયે ચા કે કોફીના ડાઘ જામી જાય છે, જે જોઈને ખૂબ જ ખરાબ લાગે છે. ક્યારેક આનાથી વાસણમાં દુર્ગંધ પણ આવે છે. ચાલો જાણીએ કે સ્ટીલના કપમાંથી આવા ડાઘ કેવી રીતે દૂર કરી શકાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટીલના કપની સફાઈ કેવી રીતે કરવી?


1. લીંબુ અને મીઠું
લીંબુમાં પ્રાકૃતિક એસિડ હોય છે જે ડાઘ દૂર કરવામાં મદદ કરે છે. લીંબુને કાપીને તેને મીઠામાં બોળીને સ્ટીલના વાસણમાં રહેલા ડાઘવાળા ભાગ પર ઘસો. થોડીવાર આમ કર્યા પછી કપને ધોઈ લો. ન માત્ર ડાઘ દૂર કરવામાં મદદ કરે છે પણ કપને ચમકદાર પણ બનાવે છે.


2. સિરકા અને મીઠું
સિરકા અને મીઠું એકસાથે એક પાવરફૂલ ક્લીનિંગ એજન્ટ તરીકે કામ કરે છે. કપમાં થોડું વિનેગર રેડો અને તેમાં એક ચમચી મીઠું ઉમેરો. તેને થોડી વાર રહેવા દો જેથી ડાઘ હળવા થઈ જાય. પછી કપને બ્રશથી સ્ક્રબ કરો. કિચન હેકથી તમારા સ્ટીલના કપના તળિયે રહેલા ચાના ડાઘ સરળતાથી સાફ થઈ જશે.


3. બેકિંગ સોડા અને પાણી
બેકિંગ સોડા કિચનની સફાઈમાં ઘણી કામની વસ્તુ છે. તે માત્ર જિદ્દી દાગોને જ નહીં, ખરાબ વાસને પણ હટાવવામાં અસરકારક છે. એક સ્ટીલ કપમાં એક ચમચી બેકિંગ સોડા નાંખો અને તેમાં થોડું પાણી નાંખીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને કપના તળિયે રહેલા દાગ પર લગાવો અને થોડા સમય માટે છોડી દો. ત્યારબાદ કપને એક નર્મ સ્પંજથી સાફ કરો અને યોગ્ય રીતે ધોઈ લો.


4. ટૂથપેસ્ટ
ટૂથપેસ્ટનો ઉપયોગ માત્ર દાંત ચમકાવવા જ થતો નથી, પરંતુ સ્ટીલના વાસણોના જિદ્દી દાગોને પણ સાફ કરવા માટે થાય છે. તમે થોડી ટૂથપેસ્ટ લો અને તેણે દાગ પર લગાવીને બ્રશથી હલ્કા હાથે સાફ કરો. ત્યારબાદ કપને ચોખ્ખા પાણીથી ધોઈ લો.