Summer Skin Care: ઉનાળાની શરૂઆત થતા જ ત્વચા પર તેની અસર દેખાવા લાગે છે. તડકાના કારણે ફક્ત ચહેરાની જ નહીં, ગરદન, હાથ, પગની ત્વચા પણ ડલ થઈ જાય છે. આવી સ્થિતિમાં ઉનાળામાં પણ ત્વચાને ચમકદાર અને સુંદર બનાવી રાખવા માટે તમે આ ઘરેલુ દેશી નુસખા ટ્રાય કરી શકો છો. ઘરે બનાવેલા આ ફેસ પેક નિયમિત ચહેરા પર લગાવશો તો ત્વચાની કુદરતી ચમક વધી જશે. આ ફેસપેકમાં એવી વસ્તુઓનો ઉપયોગ થાય છે જે ઘરમાં ઉપલબ્ધ જ હોય છે અને તેનાથી કોઈ આડઅસર પણ થતી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Get Rid of Lizards: ઘરમાંથી ગરોળીઓ થઈ જશે ગાયબ, બસ કરી લો આ એક સરળ કામ


વાળને ઝડપથી ઘૂંટણ સુધી લાંબા કરવા હોય તો અજમાવો આ સરળ દેશી નુસખો


Get Rid Of Ants: ઘરમાં આવતી કીડીઓથી એકવારમાં મેળવવી હોય મુક્તિ તો કરો આ સરળ કામ


બટેટાનો રસ


ત્વચાની જાળવણી માટે બટેટાનો ઉપયોગ કરી શકાય છે તેના માટે બટેટાનો રસ કાઢી લેવો. આ રસને ચહેરા અને ગળા ઉપર બરાબર રીતે લગાડો અને હળવા હાથે મસાજ કરો. 15 મિનિટ તેને ચહેરા પર રહેવા દો અને પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં બે વખત કરશો તો તમારી ત્વચા ઉપર રંગત જોવા મળશે.  


આમળા અને એલોવેરા


એક ચમચી આમળાનો રસ લેવો અને તેમાં એક ચમચી એલોવેરા જેલ મિક્સ કરવું. બંને વસ્તુને ચહેરા પર બરાબર રીતે લગાડો અને 20 મિનિટ પછી ચહેરો ધોઈ લેવો. આ બંને વસ્તુ પણ તમારા ચહેરા પરથી સનટેન દુર કરશે. 


સંતરા અને કાચું દૂધ


સંતરાની છાલનો પાવડર લેવો અને તેમાં કાચું દૂધ મિક્સ કરવું. આ બંને વસ્તુને મિક્સ કરી ચહેરા પર લગાડો અને દસ મિનિટ પછી તેને ઠંડા પાણીથી સાફ કરો. અઠવાડિયામાં બે વખત તેનો ઉપયોગ કરવાથી ત્વચા પરથી ડાઘ ધબ્બા દૂર થાય છે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)