નવી દિલ્હીઃ શિયાળામાં ખાસ કરીને લસણ ખાવાનો ઉપયોગ વધી જાય છે.  લસણ માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતું પણ સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા આપે છે. લસણ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. દરરોજ લસણની 2 કળી ખાવાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થઈ શકે છે. લસણમાં ઝીંક, ફોસ્ફરસ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. હાઈ બ્લડપ્રેશરની સ્થિતિમાં પણ લસણ ફાયદાકારક છે. લસણમાં વિટામીન સી, વિટામીન કે, ફોલેટ, નિયાસિન અને થાઈમીન સારી માત્રામાં હોય છે. લસણ ખાવાથી શરીરમાં જમા થયેલ ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થાય છે. ગંદા કોલેસ્ટ્રોલ દ્વારા અવરોધિત નસો સાફ થાય છે. તેથી લસણનું સેવન કરવું જોઈએ. ખાલી પેટ લસણ ખાવાથી વધુ ફાયદો થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લસણ ખાવાના ફાયદા (Garlic Benefits For High BP Bad Cholesterol)
1. ખરાબ કોલેસ્ટ્રોલને કાઢે છે- લસણનું સેવન હાર્ટના સ્વાસ્થ્ય માટે સારે છે. ગાર્લિકનું એલિસિન કમ્પાઉન્ડ ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢવામાં મદદ કરે છે. જેનાથી હાર્ટના સ્વાસ્થ્યમાં સુધાર થાય છે. લસણના સેવનથી લોહીની ગાંઠો થતી નથી. તેનાથી તેનાથી રક્તવાહિનીઓમાં અવરોધ ઓછો થાય છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ લસણનું સેવન કરવું જોઈએ. તેનાથી બીપી કંટ્રોલ કરવામાં મદદ મળે છે. 


આ પણ વાંચોઃ લગ્નની પહેલી રાતથી જ કેમ પુરુષો ઝાપટવા લાગે છે કાજુ? શું તમને ખબર છે આ રાજ?


2. ખરાબ પદાર્થ બહાર કાઢશે- જો તમે દરરોજ લસણનું સેવન કરો છો તો તેનાથી બોડી ડિટોક્સ થાય છે. લસણમાં એવા તત્વ અને ઓક્સીડેન્ટ્સ હોય છે, જે શરીરમાં જામેલા ઝેરી પદાર્થને સાફ કરે છે. લસણ ખાવાથી પેટ સાફ થાય છે અને પેટની બીમારીઓ ઘટે છે. 


3. શરદી-ઉધરસ રહેશે દૂર- શિયાળામાં જ્યારે ઇમ્યુનિટી નબળી થાય છે તો લસણનું સેવન જરૂર કરવું જોઈએ. લસણના સેવનથી રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત થાય છે. તેનાથી શરદી-ઉધરસ, તાવ, નિમોનિયા, અસ્થમા, બ્રોકાઇટિસ જેવી બીમારીઓ ઘટાડી શકાય છે. શ્વાસના દર્દીઓએ લસણને ભોજનમાં જરૂર સામેલ કરવું જોઈએ. 


4. ઇન્ફર્ટિલિટીની સમસ્યા કરે છે દૂર- લસણના સેવનથી ઇન્ફર્ટિલિટીની સમસ્યાને દૂર કરી શકાય છે. લસણમાં સેલેનિયમ હોય છે, જે ઇન્ફર્ટિલિટી ઘટાડે છે. લસણમાં જોવા મળતા વિટામિન હોર્મોન્સને બેલેન્સ કરે છે. પુરૂષોની સ્પર્દ ક્વોલિટી પણ લસણ સુધારે છે. લસણ ખાવાથી પુરૂષોની બીજી સમસ્યા દૂર થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube