Cleaning Hacks: આપણા ઘરમાં પરોઠા, રોટલી વગેરે બનાવવા માટે લોઢાના થવાનો ઉપયોગ થાય છે. જોકે વારંવાર આ થવાનો ઉપયોગ થતો હોવાથી ધીરે ધીરે તે કાળા થવા લાગે છે. લોડાના થવાનો વારંવાર ઉપયોગ થાય છે તો તેની ઉપર કાર્બનની લેયર જામી જાય છે. જેના કારણે તે કાળો તો થઈ જ જાય છે પરંતુ તેનો ઉપયોગ થાય છે ત્યારે આપણા શરીરમાં પણ આ કાર્બન ભોજનના માધ્યમથી પહોંચે છે. જે સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક છે. જો કે કાળો પડેલો તવો સાફ કરવો ખૂબ જ મુશ્કેલી ભર્યું કામ છે. જો આવું તમને પણ લાગતું હોય તો આજે થવાની સફાઈ કરવાની એવી સરળ ટિપ્સ તમને જણાવીએ જેની મદદથી ગણતરીની મિનિટોમાં તવો નવો હોય તેવો ચમકી જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તવાને સાફ કરવાના સરળ ઉપાય


- તવામાં ગરમ પાણી ભરવું અને તેમાં એક ચમચી મીઠું ઉમેરી તેને થોડીવાર રાખી મૂકો. ત્યાર પછી તેને સાફ કરશો તો મેલ નીકળી જશે.


 - એક વાટકીમાં બે ચમચી બેકિંગ સોડા લઈ તેમાં થોડું પાણી ઉમેરીને એક પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને તવા ઉપર લગાડો અને દસ મિનિટ માટે રાખી મૂકો. ત્યાર પછી એક સ્ક્રબમાં બે ચમચી જેટલું હાઈડ્રોજન પેરોક્સાઈડ લેવું. તેના વડે તવો સાફ કરશો એટલે 10 જ મિનિટમાં થવો નવો હોય તેવો થઈ જશે.


- તવાની કિનારી જો કાળી થઈ ગઈ હોય તો તેનો ઉપયોગ કર્યા પછી કિનારી ઉપર બેકિંગ સોડા છાંટી દેવો. ત્યાર પછી તેને ધીમા તાપે પાંચ મિનિટ સુધી ગરમ કરો. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી તવાને ઠંડો થવા દેવો. તમે ઠંડો થઈ જાય પછી તેના ઉપર ઘસશો એટલે તવો સાફ થવા લાગશે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)