ચા બનાવ્યા પછી ભૂલથી પણ ન ફેંકશો ચાની પત્તી, જાણો જબરદસ્ત ફાયદા
ચાના પાંદડામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો જોવા મળે છે. આ જ કારણ છે કે તેનો ઉપયોગ શરીરના ઘા અને ઇજાઓને મટાડવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. તમે પહેલા ચાના પાંદડાને સારી રીતે સાફ કરો તે પછી પાણીમાં ઉકાળો અને પછી ઠંડુ થયા પછી, તેને ઘા પર ધીમે ધીમે ઘસો થોડા સમય પછી ઘાને સ્વચ્છ પાણીથી ધોઈ લો. આ ઉપાય ઘાને ઝડપથી મટાડવામાં મદદ કરશે.
નવી દિલ્હીઃ ભારતમાં ચાના શોખીન લોકોની સંખ્યા ઘણી વધારે છે. મોટાભાગના લોકોને સવારે ઉઠતાની સાથે જ ચા પીવા જોઈએ છે. કેટલાક લોકો એવા હોય છે જેમને દિવસમાં ઘણી વખત ચા જોઈએ છે. આવી સ્થિતિમાં ચા પત્તીનું સેવન વધુ થાય છે. ચા બનાવ્યા બાદ ચાની પત્તી કચરામાં ફેંકી દેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે જે ચાની પત્તી તમે કચરા તરીકે ફેંકી રહ્યા છો, તે ખૂબ જ ઉપયોગી વસ્તુ છે અને તે તમારા માટે કેટલી કારગર સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે ચા બનાવ્યા પછી બાકી રહેલી ચાની પત્તીનો ઉપયોગ તમે ક્યાં અને કેવી રીતે કરી શકો છો.
1. ઘા રૂઝાઈ જશે-
ચાના પાંદડામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો જોવા મળે છે. આ જ કારણ છે કે તેનો ઉપયોગ શરીરના ઘા અને ઇજાઓને મટાડવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. તમે પહેલા ચાના પાંદડાને સારી રીતે સાફ કરો તે પછી પાણીમાં ઉકાળો અને પછી ઠંડુ થયા પછી, તેને ઘા પર ધીમે ધીમે ઘસો થોડા સમય પછી ઘાને સ્વચ્છ પાણીથી ધોઈ લો. આ ઉપાય ઘાને ઝડપથી મટાડવામાં મદદ કરશે.
2. તેલયુક્ત વાસણોની સફાઈ-
વાસણો પર લાગેલી ચીકાસને દૂર કરવા ચાનો ઉપયોગ થાય છે. તમે વધેલી ચાવી પતત્તીનો ઉપયોગ કરી શકાય છે. તેલયુક્ત વાસણોને સાફ કરવા માટે, ચાની પત્તીઓને સારી રીતે ઉકાળો અને પછી તેનાથી વાસણ સાફ કરો.
3. છોડને પોષણ મળે છે-
કેટલાક લોકોને ઘરમાં છોડ લગાવવો ગમે છે. જો કે, કેટલીકવાર કોઈ કારણોસર તેમની સંભાળ રાખી શકાતા નથી. જેના કારણે છોડ બગડવા લાગે છે. છોડને પોષણ આપવા માટે તમે બાકીની ચાની પત્તીઓ છોડના મૂળમાં મુકી શકો છો. આ ચાની પત્ત ખાતરનું કામ કરે છે.
4. કિચન કેબિનેટની સફાઈ-
જો તમારા રસોડામાં રાખેલા જૂના બોક્સમાંથી ગંધ આવી રહી છે તો તમે તેની ગંધને દૂર કરવા માટે ચાની પત્તીનો ઉપયોગ કરી શકો છો. તમે પહેલા બાકીની ચા પત્તીને સારી રીતે ઉકાળો. પછી બોક્સને એ જ પાણીમાં પલાળી રાખો. આમ કરવાથી બોક્સમાંથી આવતી દુર્ગંધ દૂર થઈ જશે.
5. ફરીથી ઉપયોગ કરી શકાય છે-
તમને જાણીને નવાઈ લાગશે કે તમે બાકી રહેલી ચાની પત્તીનો ફરીથી ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે પહેલા બાકીની ચાની પત્તીઓને સારી રીતે ધોઈને તડકામાં સૂકવી દેવાની છે. ત્યાર પછી, તેને હવાચુસ્ત બોક્સમાં સંગ્રહિત કરી ઉપયોગ કરી શકો છો.
6. માખીઓને દૂર રાખી શકાય -
બાકીની ચા પત્તીથી તમે મચ્છરોથી છૂટકારો મેળવી શકો છો. આ માટે તમારે પહેલા બાકીની ચાની પત્તી ઉકાળવી પડશે. પછી આ પાણીથી જ્યાં માખીઓ હતી તે જગ્યા સાફ કરો. આમ કરવાથી માખીઓને ભગાડવામાં મદદ મળશે.
(નોંધ: અહીં આપેલા ઉપાયો સામાન્ય જાણકારીના આધારે છે ઉપયોગમાં લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી.ઝી24કલાક આ અંગેની પુષ્ટી કરતું નથી.)