Tea Purity Test: ઘરમાં વપરાતી ચાની ભુકી અસલી ચા છે કે કચરો છે.. આ 3 સરળ રીતે જાણી શકો છો
Tea Purity Test: અન્ય વસ્તુમાં જે રીતે ભેળસેળ કરવામાં આવે છે તે રીતે ચાની ભુકીમાં પણ થાય છે. જોકે સારી વાત એ છે કે તમે ઘરે કેટલીક ટીપ્સ ફોલો કરીને સરળતાથી જાણી શકો છો કે તમે જે ચાની ભુકીનો ઉપયોગ કરો છો તે અસલી છે કે નકલી.
Tea Purity Test: ચા પીવાનો શોખ હોય તે દિવસમાં ત્રણથી ચાર કપ ચા આરામથી પી લેતા હોય છે. પરંતુ કેટલાક લોકો અજાણતા ઘરમાં નકલી ચાના પાવડરનો ઉપયોગ કરતા હોય છે. નકલી ચા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. અન્ય વસ્તુમાં જે રીતે ભેળસેળ કરવામાં આવે છે તે રીતે ચાની ભુકીમાં પણ થાય છે. જોકે સારી વાત એ છે કે તમે ઘરે કેટલીક ટીપ્સ ફોલો કરીને સરળતાથી જાણી શકો છો કે તમે જે ચાની ભુકીનો ઉપયોગ કરો છો તે અસલી છે કે નકલી. તો ચાલો તમને પણ જણાવીએ કે ઘરના રસોડામાં રહેલી ચા પત્તી અસલી છે કે નકલી તે કેવી રીતે જાણવું.
આ પણ વાંચો: Kitchen Tips: મસાલાને આ રીતે સાચવશો તો આખું વર્ષ રહેશે એકદમ ફ્રેશ, જીવાત પણ નહીં થાય
રંગ
ચાની ભુકી અસલી છે કે નથી તે તેના રંગ પરથી જાણી શકાય છે. એક કાચના બાઉલમાં લીંબુનો રસ કાઢવો અને તેમાં થોડી ચા ઉમેરી દો. જો લીંબુના રસનો રંગ પીળો અથવા તો લીલો થઈ જાય તો ચા પત્તી અસલી હશે પરંતુ જો લીંબુનો રસ નારંગી રંગનો થઈ જાય તો ચા પત્તી ભેળસેળ વાળી હશે.
આ પણ વાંચો: Kitchen Tips: અનાજમાં આખું વર્ષ નહીં પડે ધનેડા, સ્ટોર કરતી વખતે ફોલો કરજો આ ટીપ્સ
ટિશ્યૂ પેપર
ચાની ભુકી અસલી છે કે નકલી તે ટીસ્યૂ પેપરની મદદથી પણ જાણી શકાય છે. એક ટીસ્યૂ પેપરમાં એક ચમચી ચાનો પાવડર રાખો અને તેના પર થોડું પાણી છાંટી ટિશ્યૂ પેપરને તડકામાં રાખી દો. જો પેપર પર ચાના નિશાન પડી જાય તો તે નકલી હોઈ શકે છે તેનાથી ઊલટું ચા અસલી હશે તો ટિશ્યૂ પેપર પર કોઈ નિશાન નહીં પડે.
આ પણ વાંચો: Kitchen Tips: ગરમીમાં ડુંગળીને ખરાબ થતા બચાવવી હોય તો આ રીતે કરો સ્ટોર
પાણી
ચાની ભુક્કી શુદ્ધ છે કે નહીં તે જાણવાનો સૌથી સરળ રસ્તો પાણી છે. એક ગ્લાસમાં પાણી ભરો અને તેમાં એક ચમચી ચાનો પાવડર ઉમેરી દો. જો પાણીનો રંગ તુરંત જ બદલવા લાગે તો સમજી લેજો કે ચાના પાવડરમાં કલર છે. પરંતુ પાણીનો રંગ ધીરે ધીરે બદલે તો સમજી લેજો કે ચાની ભુકી શુદ્ધ છે.
આ પણ વાંચો: ખીલના ડાઘથી પરેશાન છો ? તો અઠવાડિયામાં એકવાર દહીંમાં આ વસ્તુ ઉમેરી લગાડો ચહેરા પર
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)