Teddy Day 2021: દરેક રંગના Teddy Bear નો હોય છે અલગ અર્થ, Gift કરતા પહેલા જાણો અહીં
ફેબ્રુઆરીની હવાઓમાં પ્રેમ અને ખુશી જોવા મળે છે. પ્રેમી યુગલો માટે આ મહિનો માત્ર પર્વથી ઓછો નથી. એક અઠવાડીયા સુધી મનવવામાં આવતા વેલેન્ટાઈન વીકમાં (Valentine Week) દરેક દિવસને કોઈને કોઈ તહેવારની જેમ ટ્રીટ કરવામાં આવે છે
નવી દિલ્હી: ફેબ્રુઆરીની હવાઓમાં પ્રેમ અને ખુશી જોવા મળે છે. પ્રેમી યુગલો માટે આ મહિનો માત્ર પર્વથી ઓછો નથી. એક અઠવાડીયા સુધી મનવવામાં આવતા વેલેન્ટાઈન વીકમાં (Valentine Week) દરેક દિવસને કોઈને કોઈ તહેવારની જેમ ટ્રીટ કરવામાં આવે છે. 10 ફેબ્રુઆરી 2021ના ટેડી ડે (Teddy Day 2021) તરીકે ઉજવવામાં આવશે. આ ખાસ દિવસ પર લોકો એકબીજાને ટેડી બિયર (Teddy Bear) ગિફ્ટ કરે છે.
કેમ ઉજવાય છે ટેડી ડે
વેલેન્ટાઇન વીકના (Valentine Week) ચોથા દિવસને ટેડી ડે (Teddy Day) તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. આ દિવસ દર વર્ષે 10 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો તેમના પ્રેમ અને રોમાન્સની ભાવનાઓ વ્યક્ત કરવા માટે પોતાના સાથીને એક ટેડી (Teddy Bear) ગિફ્ટ કરે છે. પોતાના પાર્ટનરને (Partner) ટેડી ગિફ્ટ કરવું ના માત્ર એક રોમેન્ટિક ઓપ્શન છે, પરંતુ આ સાથીને સ્પેશિયલ અનુભવ પણ કરાવે છે.
આ પણ વાંચો:- આ વેલેન્ટાઈન પર તમારા પાર્ટનર માટે બનાવો આ ડિશ, જીવનમાં ઉમેરાશે ઈશ્કની ચાસણી
અહેસાસની કુંજી છે ટેડી બિયર
ટેડી બિયર (Teddy Bear) ગિફ્ટ કરવાના ઘણા ફાયદા છે. આ પાર્ટનરથી પ્રેમ વ્યક્ત કરવામાં તમારી મદદ કરે છે. આ ઉપરાંત તમારી અનુપસ્થિતિમાં પાર્ટનરને તમારું પાસે હોવાનો અનુભવ કરાવે છે. ઘણા લોકો એકલતામાં ટેડી બિયરને હગ (Hug) કરે છે. તેની સાથે વાતો કરે છે અને તેને દરેક ક્ષણ પોતાની પાસે રાખવાનો પ્રયત્ન કરે છે.
આ પણ વાંચો:- બાથરૂમમાં નિર્વસ્ત્ર થઈને સ્નાન કરો છો તો હવે છોડી દો આ આદત, થઈ શકે છે મોટું નુકસાન!
દરેક રંગ કંઇક કહે છે
રંગોની ભાષા ઘણી સમૃદ્ધ અને સરળ હોય છે. જો એકવખત તેને સમજી લેવામાં આવે તો જીવન ઘણું સરળ થઈ જાય છે. આ વર્ષે ટેડી ડે પર જો તમે કોઈને ટેડી બિયર ગિફ્ટ (Teddy Bear Gift) કરવા જઈ રહ્યા છો તો જાણી લો અલગ અલગ રંગના ટેડી બિયરનો અર્થ અને મહત્વ (Teddy Bear Color Significance).
આ પણ વાંચો:- Valentine Special: આ રહ્યાં Gift Selection માટે ના Unique Ideas
- Blue Teddy Bear- બ્લુ ટેડી એટલે કે તમારો પ્રેમ ખૂબ જ ઉંડો છે. જો તમને ભેટ તરીકે બ્લુ ટેડી બિયર મળે છે, તો તમે ખૂબ ભાગ્યશાળી છો. તે બતાવે છે કે સામેનો વ્યક્તિ તમારા પ્રેમમાં ડૂબી ગયો છે.
- Green Teddy Bear- લીલા રંગનું ટેડી એટલે કે તમે તેમની રાહ જોતા હોવ. લીલો રંગ પ્રકૃતિ અને તાજગી સાથે સંકળાયેલ છે. જો તમને આ રંગનો ટેડી બિયર મળે છે, તો સમજો કે તમારો સાથી હંમેશા તમારી રાહ જોશે.
- Red Teddy Bear- લવ પ્રપોઝલ લાલ રંગના ટેડી સાથે કરવામાં આવે છે. તે ક્યારેય ખતમ ન થતા પ્રેમ અને પાર્ટનર પ્રતિ ઉત્કટની લાગણી વ્યક્ત કરે છે.
- Pink Teddy Bear- પિંક ટેડી એટલે કે ગિફ્ટ આપનારાઓ એક બીજાને ખૂબ ચાહે છે.
- Orange Teddy Bear- નારંગી રંગનું ટેડી સુખ, આશા અને સનશાઇનનું પ્રતીક છે. વિશ્વમાં તમારા પ્રિયજનોને ખુશીની કામના કરવા માટે તમે એક સુંદર નારંગી રંગના ટેડી બિયરને ભેટ આપી શકો છો.
- White Teddy Bear- સફેદ રંગનું ટેડી એક વિશેષ સંદેશ આપે છે. આનો અર્થ એ કે તમે પહેલાથી જ તમારા પ્રેમ માટે પ્રતિબદ્ધ છો.
- Yellow Teddy Bear- પીળો રંગ એ પોઝિટિવિટીનું પ્રતીક છે, પરંતુ ટેડી ડેના વિશેષ પ્રસંગે આ રંગનું ટેડી બિયર મેળવવી સારી વાત નથી. તે બતાવે છે કે વ્યક્તિ તમારી સાથે બ્રેકઅપ કરવા માંગે છે.
- Brown Teddy Bear- બ્રાઉન ટેડી બિયર વ્યક્ત કરે છે કે તેનું હૃદય તમારા કારણે તૂટી ગયું છે.
- Black Teddy Bear- જો તમને તમારા સાથી તરફથી બ્લેક ટેડી બિયર મળે છે, તો તેનો અર્થ એ કે તેઓએ તમારી દરખાસ્તને નકારી દીધી છે. તે પહેલેથી જ કોઈ બીજા સાથેના સંબંધમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube