IRCTC: શું તમે પણ ગરમીની રજાઓમાં વિદેશ જવાનો પ્લાન કરી રહ્યા છો? બજેટ તમને જો નડી રહ્યું હોય તો હવે પરેશાન થવાની જરૂર નથી. અહીં તમને એવા વિદેશી ટુરિસ્ટ સ્પોટ વિશે જણાવીશું જે ભારતીયોના ખિસ્સાઓ પર બહુ ભારે નહીં પડે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) થાઈલેન્ડનું ટુર પેકેજ લઈને આવ્યું છે. આ ટુર પેકેજ તમારા બજેટમાં છે અને બુકિંગ કરવાની પણ કોઈ ચિંતા નથી. જાણો આ પેકેજની ડિટેલ્સ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થાઈલેન્ડ ટુર પેકેજ
IRCTC થાઈલેન્ડ ટુર પેકેજ લઈને આવ્યું છે. આ ટુર પેકેજ કોલકાતાથી શરૂ થશે. તમને કોલકાતાથી થાઈલેન્ડ સુધીની ફ્લાઈટની ટિકિટ મળશે. 


પેકેજનો ખર્ચ
IRCTC વેબસાઈટ મુજબ જો એક વ્યક્તિ મુસાફરી કરશે તો તમારે 54,750 રૂપિયા આપવા પડશે. 2 વ્યક્તિ હશે તો વ્યક્તિ દીઠ 47,200 રૂપિયા આપવા પડશે. જો 3 લોકો માટે ટુર પેકેજ લો તો વ્યક્તિ દીઠ 47,200 રૂપિયા આપવા પડશે. બાળકો સાથે અલગ બેડ લેવો હોય તો 45,050 રૂપિયા આપવા પડશે. બાળકો માટે  બેડ ન લેવો હોય તો 39800 રૂપિયા આપવાના રહેશે. વધુ જાણકારી માટે તમે અધિકૃત વેબસાઈટ http://irctctourism.com/ પર વિઝિટ કરી શકો છો. 


31 માર્ચે એક્સપાયર થનારી દવા કોઈ 1 એપ્રિલે ખાઈ લે તો શું થાય? ખાસ જાણો


Beauty Tips: ચહેરા પરના ડાઘ દૂર કરવા છે? વીકમાં 3 વખત કરો કાચાં દૂધનો ઉપયોગ


કપડા પર પડી ગઈ ચા ? ચિંતા ન કરો આ ટીપ્સની મદદથી 10 મિનિટમાં દુર કરો ચાના જીદ્દી ડાઘ


મળશે આ તમામ સર્વિસ
IRCTC થાઈલેન્ડનું 4 રાત અને 5 દિવસનું ટુર પેકેજ લઈને આવ્યું છે.  આ પેકેજમાં થાઈલેન્ડ, બેંગકોક, પટ્ટાયા ફેરવવામાં આવશે. તમને એક લોકલ ટુર ગાઈડ પણ મળશે. આ ટ્રિપ કોલકાતાથી શરૂ થશે. કોલકાતાથી બેંગકોક જવા માટે ફ્લાઈટ મળશે અને બેંગકોકથી કોલકાતાની ફ્લાઈટ મળશે. ટુર પેકેજમાં ફ્લાઈટ, હોટલ, અને ખાવાનો ખર્ચો સામેલ છે. તમારે પર્સનલ ખર્ચા માટે પોતે ખર્ચવા પડશે. આ ટુર પેકેજમાં સ્થાનિક સ્થળોએ ફરવા માટે બસની સુવિધા આપવામાં આવશે. વધુ માહિતી તમે વેબસાઈટ પરથી મેળવી શકશો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube