રમઝાન પ્રસંગે ‘દાવત-એ-નિઝામ’ ફૂડ ફેસ્ટીવલમાં 10 દિવસની શાહી મિજબાની!
ઉત્તર અન દક્ષિણ ભારતની પરંપરાઓનો સમન્વય કરીને મસાલેદાર તથા સ્વાદિષ્ટ આહારનો સંતોષ પૂરો પાડવા તેમજ સાંસ્કૃતિક વૈવિધ્ય અને ભાષાકિય કુશળતાનું મિશ્રણ તમને હૈદ્રાબાદ તરીકે જાણીતા એક જ સ્થળે જોવા મળશે. સદીઓથી શહેરમાં લોકપ્રિય બનેલ અને પ્રજાની આધુનિકતા રજૂ કરતી પર્શિયન અને મુગલ વાનગીઓનો સ્વાદ તમારા મસાલેદાર ભોજનમાં ઉપલબ્ધ બન્યો છે.
અમદાવાદ: ઉત્તર અન દક્ષિણ ભારતની પરંપરાઓનો સમન્વય કરીને મસાલેદાર તથા સ્વાદિષ્ટ આહારનો સંતોષ પૂરો પાડવા તેમજ સાંસ્કૃતિક વૈવિધ્ય અને ભાષાકિય કુશળતાનું મિશ્રણ તમને હૈદ્રાબાદ તરીકે જાણીતા એક જ સ્થળે જોવા મળશે. સદીઓથી શહેરમાં લોકપ્રિય બનેલ અને પ્રજાની આધુનિકતા રજૂ કરતી પર્શિયન અને મુગલ વાનગીઓનો સ્વાદ તમારા મસાલેદાર ભોજનમાં ઉપલબ્ધ બન્યો છે.
સ્વાદ અને સુગંધથી સંતુષ્ટ કરતી અને તૃપ્ત કરતી વાનગીઓનો આ મહોત્સવ એક વિશિષ્ટ સમયકાળને પુનર્જીવિત કરશે. તા.10 મે થી શરૂ થતા માં ધ સ્કવેર બાય નોવોટેલ ખાતે ‘દાવત-એ-નિઝામ’માં હૈદ્રાબાદની અસલી વાનગીઓનો અનુભવ કરાવવા માટે સજ્જ બની છે, જેમાં બિનશાકાહારી મૂર્ઘ દમ બિરીયાનીની સાથે સાથે શાકાહારી વિકલ્પો તરીકે પનીર પસંદા, લૌકી ચેન્ના, કઢાઈ સબ્જી અને અન્ય ઘણી બધી વાનગીઓના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ બનશે. નોવોટેલ હૈદ્રાબાદથી ખાસ પ્રસંગે અહીં આવેલા શેફ મોહંમદ ઈકબાલ અને શેફ એમ ડી જાહીદે આ પ્રસંગે ખાસ પસંદગીની વાનગીઓ આ ફેસ્ટીવલમાં રજૂ કરી છે.
નોવોટેલ અમદાવાદના જનરલ મેનેજર રિદુલ ડેકા જણાવે છે કે “ભારતના વિવિધ પ્રદેશોના ફૂડ ફેસ્ટીવલનું મોટાપાયે આયોજન કરવાની સિમાચિહ્નરૂપ સિધ્ધિ ધરાવતી અન્ય પ્રદેશની મૂળ વાનગીઓ રજૂ કરવી તે એક કપરૂં કામ છે, પરંતુ રમઝાન પ્રસંગે ઉજવણીમાં અમે અમારી આ હંમેશની પરંપરા જાળવી રાખી છે.”
અસલી ભોજનના નિઝામી વારસાને ભવ્ય રીતે રજૂ કરીને અમે હલીમ, નલ્લી કી બિરીયાની અને પઠાર કા ઘોસ્ત દ્વારા તમને ખૂબ જ તૃપ્ત કરી દઈશું. આ બધી વાનગીઓ હોટલમાં પિરસવામાં આવતા સન્ડે બ્રન્ચનો પણ હિસ્સો બની રહેશે.
નોવોટેલ અમદાવાદના એક્ઝીક્યુટિવ શેફ રવિશંકર શર્માએ આ ફેસ્ટીવલના વિશેષ મહત્વ ઉપર ભાર મૂકતાં જણાવ્યું હતું કે “અમદાવાદ હૈદ્રાબાદની શૈલીની વાનગીઓનું ચાહક છે, પરંતુ આ વાનગીઓનો વિશિષ્ટ સ્વાદ અમે શીર ખુરમા અને બદામ કા હલવા જેવી મીઠી વાનગીઓના સ્વાદ સાથે રજૂ કરીને તમારા ભોજન પ્રેમને વિશેષ સંતોષ આપીશું!”
ધ સ્કવેર બાય નોવોટેલ આ અગાઉ ‘શ્રીલંકન ફૂડ ફેસ્ટીલ’ નું આયોજન કરી ચૂકી છે અને તેમાં આ સુંદર દેશની સ્વાદિષ્ટ વાનગીઓ કોલંબોના ખાસ સેલિબ્રિટી શેફ વીરસિંઘે અને શેફ જયસુંદરા મારફતે રજૂ કરવામાં આવી હતી.