Fruit Benefits: બદલતી લાઇફસ્ટાઇલ અને ભોજનને કારણે પેટ સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તેમાં અપચો, ગેસ, બ્લોટિંગ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકોએ તેની જીવનશૈલીમાં ફેરફાર કરવો પડે છે. ડાઇટમાં હેલ્ધી અને સ્વાસ્થ્યપ્રદ ફળને સામેલ કરવાથી શરીર સારૂ રહે છે. તેનાથી પાચનતંત્ર પણ મજબૂત બને છે. આજે અમે તમને આવા પાંચ ફળ વિશે જણાવીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. કીવી
એક અહેવાલ અનુસાર કીવીના સેવનથી પાચનતંત્ર મજબૂત થાય છે. તે કબજીયાતને દૂર કરવામાં મદદ કરે છે. તેના સેવનથી જૂની કબજીયાત પણ દૂર થવા લાગે છે. તે પેટ માયે ફાયદાકારક છે. કીવીના સેવનથી ગેસ, અપચો જેવી પેટની સમસ્યા દૂર થાય છે અને પેટ સારી રીતે સાફ થઈ જાય છે. 


2. જામફળ
જામફળનું સેવન પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. જામફળ ખાવાનો સૌથી મોટો ફાયદો પાચનક્રિયામાં સુધારો થાય છે. જામફળમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. જામફળના સેવનથી કબજિયાતમાં રાહત મળે છે. તે પેટને સારી રીતે સાફ કરે છે. જામફળમાં વિટામિન સી પણ હોય છે. તેના ઉપયોગથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.


આ પણ વાંચો- વજન નહીં વધે, આંતરડાનું ઈન્ફેક્શન રહેશે દૂર, જાણો કાળા ઘઉં ખાવાના ફાયદા


3. સફરજન
સફરજન પણ પેટ માટે સારૂ માનવામાં આવે છે. તેના સેવનથી પાચનતંત્ર મજબૂત થાય છે. તે કબજીયાતથી છુટકારો અપાવે છે. તેના સેવનથી પેટ સાફ થાય છે. 


4. સંતરા
પેટ માટે સંતરૂ પણ સારૂ માનવામાં આવે છે. સંતરામાં પૂરતા પ્રમાણમાં ફાઇબર પણ હોય છે. તે પેટ સારી રીતે સાફ કરે છે અને પાચનને મજબૂત બનાવે છે. 


5. સ્ટ્રોબેરી
સ્ટ્રોબેરી સ્વાસ્થ્ય માટે ખુબ સારી છે. તે પાચનમાં ઉપયોગી છે. તેમાં ઘણા એવા પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube