આ ભૂલો ભારે પડશે! બોમ્બની જેમ ફાટશે ફ્રીજ, બાળકોને ભૂલથી પણ ન ખોલવા દો
Avoid These Fridge Mistakes: રેફ્રિજરેટરને સાચવવામાં કેટલીક ભૂલ કરવામાં આવે તો તે બોમ્બની જેમ ફાટી શકે છે અને ઘરમાં રહેતા લોકોનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. જો તમારે આ સંકટથી બચવું હોય તો ઘરમાં રેફ્રિજરેટર સંબંધિત આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું.
Avoid These Fridge Mistakes: શિયાળો હોય કે ઉનાળો ઘરની અંદર કેટલાક ઇલેક્ટ્રોનિક સાધનો કાયમ ઉપયોગમાં આવે છે. તેમાંથી રેફ્રિજરેટર એવું ઉપકરણ છે જે 24 કલાક 365 દિવસ ચાલતું રહે છે. ઘરમાં કોઈ ન હોય તો પણ રેફ્રિજરેટર ચાલુ રહે છે. એટલે કે રેફ્રિજરેટર એક વખત ચાલુ થયા પછી સતત કામ કરતું રહે છે. રેફ્રિજરેટર ખૂબ જ ઉપયોગી અને જરૂરી વસ્તુ છે તેના વિના ઘરમાં કોઈપણ કામ થઈ શકે નહીં ખાસ કરીને ખાદ્ય સામગ્રીઓને સાચવીને રાખવા માટે રેફ્રિજરેટર ખૂબ જ જરૂરી છે. પરંતુ રેફ્રિજરેટર ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે. રેફ્રિજરેટરને સાચવવામાં કેટલીક ભૂલ કરવામાં આવે તો તે બોમ્બની જેમ ફાટી શકે છે અને ઘરમાં રહેતા લોકોનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. જો તમારે આ સંકટથી બચવું હોય તો ઘરમાં રેફ્રિજરેટર સંબંધિત આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું.
આ પણ વાંચો:
વોશિંગ મશીનમાં કપડાં ધોતી વખતે આ ટ્રીક્સ અજમાવશો તો કપડામાંથી નીકળી જશે બધા જ ડાઘ
ફ્રીજમાં રાખેલો લોટ થઈ જતો હોય કાળો તો આ રીતે કરો તેને સ્ટોર, નહીં બદલે રંગ અને રહેશ
ચીકણા થઈ ગયા છે રસોડામાં રાખેલા પ્લાસ્ટિકના ડબ્બા ? તો આ રીતે કરો તેને સાફ, ચમકી જશે
1. ફ્રીજ ને ક્યારેય એવી જગ્યાએ ન રાખવું જ્યાં ઇલેક્ટ્રિસિટી ફ્લકચુએટ થતી હોય. વારંવાર ઈલેક્ટ્રિસિટી કટ થવાથી રેફ્રિજરેટર ના કમ્પ્રેસર પર દબાણ વધે છે અને તેમાં બ્લાસ્ટ પણ થઈ શકે છે.
2. ઘણી વખત એવું થાય છે કે રેફ્રિજરેટરમાં વધારે પ્રમાણમાં બરફ જામવા લાગે છે. બરફ ખૂબ જામી જાય પછી તેને દૂર કરવામાં આવે છે પરંતુ પ્રયત્ન એવો કરવો જોઈએ કે રેફ્રિજરેટરને થોડી થોડી કલાકે ખોલવામાં આવે જેથી બરફ જમવાની પ્રક્રિયા ધીમી થઈ જાય અને તેનું તાપમાન યોગ્ય રીતે જળવાઈ રહે.
3. રેફ્રિજરેટર જો ખરાબ થઈ જાય તો તેના કમ્પ્રેસર સહિતના પાર્ટ્સ માટે કંપનીના સર્વિસ સેન્ટરનો જ સંપર્ક કરવો. કારણ કે કંપનીના સર્વિસ સેન્ટરમાંથી જ તમને ઓરીજનલ પાર્ટ્સ ગેરંટી સાથે મળશે. જો ભૂલે ચૂકે ફ્રિજમાં તમે નકલી પાર્ટ્સ નો ઉપયોગ કરશો તો કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થઈ શકે છે.
4. જ્યારે માર્કેટમાંથી વસ્તુઓ આવે તો તેને મૂકવા માટે ઘણા લોકો ફ્રીજને ખુલ્લું રાખે છે અને તેમાં એક પછી એક સામાન મૂકે છે. આ સમય દરમિયાન ફ્રીજ સતત ખુલ્લું રહે છે. આમ કરવાથી પણ કમ્પ્રેસર પર પ્રેશર પડે છે અને બ્લાસ્ટ થઈ શકે છે. તેથી જ્યારે ફ્રિજને લાંબા સમય સુધી ખુલ્લું રાખવું પડે એમ હોય તો સ્વીચ ઓફ કરી દેવું. સામાન મૂકી દીધા પછી ફ્રિજને ફરીથી ઓન કરવું આમ કરવાથી ફ્રીજને નુકસાન નહીં થાય.
5. શક્ય હોય ત્યાં સુધી રેફ્રિજરેટર નો ઉપયોગ કરવા માટે તેને સૌથી નીચેના તાપમાન પર સેટ ન કરવું. આમ કરવાથી રેફ્રિજરેટર ના કમ્પ્રેસર પર વધારે પ્રમાણમાં પ્રેશર આવે છે અને તે ગરમ થઈ જાય છે જેના કારણે તેમાં બ્લાસ્ટ પણ થઈ શકે છે.