Tea Stainer Cleaning Tips: ચાની ગરણીનો ઉપયોગ દિવસમાં ઘણી વખત થતો હોય છે જેના કારણે થોડા જ દિવસમાં ગરણી કાળી થઈ જાય છે. ચાની ગરણીની જાળીમાં ચાની બારીક ભૂકી ફસાઈ જાય છે. જેના કારણે તેમાં મેલ ધીરે ધીરે એકઠો થવા લાગે છે. તેને સાફ કરવાથી પણ તેમાં જામેલી કાળાશ દૂર થતી નથી. થોડા જ સમયમાં લોકો ચા ની ગરણી ને ફેંકી દે છે અને નવી લઈ આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક સરળ ઉપાય કરીને તમે ચા ની ગરણી ને નવી હોય તેવી ચમકાવી શકો છો ? તો ચાલો તમને જણાવીએ ત્રણ એવી રીતો કે જેની મદદથી તમારી ચા ની ગરણી નવી હોય તેવી સાફ થઈ જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


માત્ર એક ચમચી Castor Oil થી બનતું હેર માસ્ક લગાવો આ રીતે, ટાલમાં પણ ઉગવા લાગશે વાળ


વર્ષો સુધી ચોખામાં નહીં પડે જંતુઓ, સંગ્રહ કરવાની આ સરસ રીત અજમાવશો તો રહેશો ફાયદામાં


માસિકની તારીખ દવા લીધા વિના આગળ વધારવી હોય તો કામ લાગશે આ દેશી નુસખા
 


1. જો તમારી ચાની ગરણી ખરાબ થઈ ગઈ છે અને કાળી દેખાવા લાગી છે તો એક વાટકીમાં વિનેગર ભરી અને તેમાં ગરણી ને ત્રણ કલાક માટે પલાળી દો. જો ચા ની ગરણી વધારે ખરાબ હોય તો તેને આખી રાત વિનેગરમાં પલાળી રાખો. સવારે તમે તેને પાણીથી સાફ કરશો તો ગરણી નવી હોય તેવી ચમચી જશે.


2. બેકિંગ સોડા નો ઉપયોગ કરીને પણ તમે ચાની ગરણીને સાફ કરી શકો છો. તેના માટે અડધો લીટર પાણીમાં બે ચમચી બેકિંગ સોડા મિક્સ કરી તેને ગરમ કરો. હવે આ ગરમ પાણીમાં ત્રણ કલાક માટે ચાની ગરણી ને પલાળી દેવી. ત્યાર પછી પાણીથી તેને સાફ કરી લેવાથી ગરણી ચમકી જશે. 


3. સ્ટીલની ચાની ગરણી જો કાળી પડી ગઈ હોય તો થોડી વખત તેને ગેસની આંચ ઉપર ગરમ કરો. થોડી જ વારમાં તમે જોશો કે ગરણીમાં રહેલો કચરો બળી જશે. ત્યાર પછી ટુથ બ્રશની મદદથી તમે તેને સાફ કરશો તો ગરણી નવી હોય તેમ ચમકી જશે.