Ahmedabad Tourist Places: ઉનાળામાં દિવસેને દિવસે ગરમી વધી રહી છે. આ સમયે ઘરમાંથી નીકળવાનું મન તો નથી થતું પરંતુ બાળકોને શાળા-કોલેજમાં રજાઓ આ સમયે જ હોય છે તેથી વેકેશનમાં ફરવા જવાનું આ સીઝનમાં જ થાય છે. ગરમીના દિવસોમાં ફરવા જવાનું હોય તો લોકો નજીકમાં આવેલી એવી જગ્યાઓ શોધતા હોય છે જ્યાં ગરમી પણ ઓછી હોય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: મેથી સાથે આ વસ્તુ મિક્સ કરી રાત્રે લગાડો વાળમાં, આ ઉપાય કરવાથી ઝડપથી લાંબા થશે વાળ


જો તમે અમદાવાદમાં રહો છો તો આજે તમને અમદાવાદની નજીક આવેલી ફરવા માટેની બેસ્ટ જગ્યાઓ વિશે જણાવીએ. આ જગ્યાઓએ તમે વેકેશનમાં કે રજાઓમાં પરિવાર અને બાળકો સાથે ફરવા જવાનો પ્લાન કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ ઉનાળામાં ફરવા માટેની અમદાવાદ આસપાસની જગ્યાઓ વિશે.


આ પણ વાંચો: પ્રિયંકા ચોપડા ત્વચાને સુંદર બનાવવા લગાડે છે આ ફેસપેક, જાણો બનાવવાની રીત


કચ્છ


ભારતનું સૌથી મોટી મીઠાનું રણ ગુજરાતના કચ્છમાં આવેલું છે. દિવસે તો રણમાં જવું અશક્ય થઈ જાય છે પરંતુ કચ્છના રણની સુંદરતા સાંજ પછી ખીલે છે. અહીં સાંજ અને રાતનો નજારો અદ્ભુત હોય છે. કચ્છમાં સફેદ રણની મુલાકાત લેવા હજારો લોકો વિદેશથી ગુજરાત આવે છે. સફેદ રણ સિવાય કચ્છમાં અનેક ફરવાલાયક સ્થળો પણ આવેલા છે. 


આ પણ વાંચો: પલ્સ પોઈંટ પર આ વસ્તુ લગાડી છાંટો પરફ્યૂમ, આખો દિવસ શરીરમાંથી આવતી રહેશે સુગંધ


થોલ પક્ષી અભિયારણ્ય


અમદાવાદ નજીક આવેલા શાનદાર ફરવાના સ્થળોમાંથી એક આ જગ્યા છે. અહીં એકસાથે હજારો પક્ષીઓ તમને જોવા મળશે. અમદાવાદથી 1 કલાકની ડ્રાઈવના અંતરે આવેલી આ જગ્યા તમને પ્રકૃતિની વચ્ચે સુંદરતા અને શાંતિનો અનુભવ કરાવશે. અહીં તળાવ કિનારે બેસી તમે અદ્ભુત નજારો માણી શકો છો. 


આ પણ વાંચો: સુંદર અને ગ્લોઈંગ સ્કીન માટે મોંઘી ક્રીમ નહીં વાપરવી પડે જો દહીંનો આ રીતે કરશો ઉપયોગ


ઝાંઝરી ધોધ


ગરમીના દિવસોમાં જો પાણીમાં રમવાનો આનંદ માણવો હોય તો બાળકોને વોટરપાર્ક લઈ જવાને બદલે આ વર્ષે આ જગ્યાએ લઈ જાજો. અમદાવાદ નજીક આવેલા ઝાંઝરી ધોધ ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. આ જગ્યા અમદાવાદથી 3 કલાકની દુરી પર છે. 


આ પણ વાંચો: તરબૂચને હાથમાં લઈ કહી દેશો મીઠું છે કે નહીં, ખરીદવા જાવ ત્યારે આ 5 ટીપ્સ ફોલો કરજો


સાપુતારા


ગુજરાતનું આ એક માત્ર હિલ સ્ટેશન છે. અહીં ઉનાળામાં ફરવા આવવું બેસ્ટ વિકલ્પ સાબિત થાય છે. સાપુતારા ડાંગ જિલ્લામાં આવેલું છે. અહીં તમે એડવેન્ચર એક્ટિવિટી પણ કરી શકો છો.