Health Tips: ડાયાબિટીસ એ એવી સ્થિતિ છે જેમાં શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન અથવા યોગ્ય રીતે ઉપયોગ થતો નથી. આવી સ્થિતિમાં, લોહીમાં રહેલી સુગરનો યોગ્ય રીતે ઉપયોગ થતો નથી અને તેનું સ્તર વધવા લાગે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીઓને એવા ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે જેમાં શુગરનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય અથવા ન હોય. જો કે ડ્રાય ફ્રૂટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, જો તમને ડાયાબિટીસ છે તો આ 5 ડ્રાય ફ્રૂટ્સ ખાવાનું ટાળો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિસમિસ
કિસમિસ નેચરલ સુગરથી ભરપૂર હોય છે. થોડી માત્રામાં પણ કિસમિસમાં સુગર લેવલનું સ્તર વધુ હોય છે. તેવામાં ડાયાબિટીસના દર્દીઓએ તેનું વધુ સેવન ન કરવું જોઈએ અથવા કિસમિસથી દૂર રહેવું જોઈએ.


ખજૂર
ખજૂર પણ એક સ્વીટ સૂકો મેવો છે. તેમાં નેચરલ સુગરની માત્રા વધુ હોય છે, જે બ્લડ સુગરને ઝડપથી પ્રભાવિત કરી શકે છે. એક ખજૂરમાં લગભગ 66 કેલેરી અને 18 મિલીગ્રામ સુગર હોય છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ તેનું વધુ સેવન ન કરવું જોઈએ.


આ પણ વાંચોઃ Almonds: રોજ એક મુઠ્ઠી બદામ ખાવાથી શું થશે? જાણો આમ કરવું સારું છે કે ખરાબ


અંજીર
અંજીર પણ એક સૂકો મેવો છે, જેનાથી ડાયાબિટીસના દર્દીઓએ સાવચેતી રાખવાની જરૂર છે. એક સૂકા અંજીરમાં લગભગ 21 મિલીગ્રામ કાર્બોહાઇડ્રેટ અને 3 ગ્રામ ફાઇબર હોય છે, પરંતુ તેમાં સુગરનું લેવલ વધુ હોય છે.


પિસ્તા
પિસ્તામાં સારા વસા અને ફાઇબર હોય છે, પરંતુ તેમાં પણ સુગર હોય છે. પિસ્તાનું સેવન સીમિત માત્રામાં કરવું સરૂ છે, કારણ કે તેમાં કેલેરી અને કાર્બોહાઇડ્રેટની માત્રા વધુ હોય છે. જો તમે પિસ્તાનું સેવન કરવા ઈચ્છો છો તો સીમિત માત્રામાં કરો અને અન્ય ખાદ્ય પદાર્થો સાથે કરો.


કાજુ
કાજુમાં ઉચ્ચ કેલેરી અને કાર્બોહાઇડ્રેટની માત્રા હોય છે. કાજુનું એક નાનું પેક (30 ગ્રામ) લગભગ 9 ગ્રામ કાર્બોહાઇડ્રેટ અને 18 ગ્રામ સવાથી ભરેલું હોય છે. તેવામાં તેનું સેવન ખુબ સાવધાનીથી કરવાની સલાહ આપવામાં આવે છે.


Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.