માતા બનવા ઈચ્છુક મહિલાઓ માટે વરદાન છે આ વસ્તુઓ, વધારે છે મહિલાઓની ફર્ટિલિટી
Women Fertility: મહિલાઓએ ફર્ટિલિટી કુદરતી રીતે વધારવી હોય તો પોતાના દૈનિક આહારમાં કેટલીક વસ્તુઓનું સેવન કરવું જોઈએ. આ વસ્તુઓનું નિયમિત રીતે સેવન કરવાથી ફર્ટિલિટી લેવલને વધારી શકાય છે. તો ચાલો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જેને રોજ લેવાથી ફર્ટિલિટી વધી શકે છે.
Women Fertility: માતૃત્વ એ દરેક મહિલાની ઝંખના હોય છે. માં બનવું એ જીવનનું અદભુત અનુભવ હોય છે. પરંતુ બદલાતી જીવનશૈલીના કારણે સૌથી વધુ અસર મહિલાઓની ફર્ટિલિટી પર થઈ રહી છે. જેના કારણે મહિલાઓને માતા બનવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે. મહિલાઓએ ફર્ટિલિટી કુદરતી રીતે વધારવી હોય તો પોતાના દૈનિક આહારમાં કેટલીક વસ્તુઓનું સેવન કરવું જોઈએ. આ વસ્તુઓનું નિયમિત રીતે સેવન કરવાથી ફર્ટિલિટી લેવલને વધારી શકાય છે. તો ચાલો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જેને રોજ લેવાથી ફર્ટિલિટી વધી શકે છે.
આ વસ્તુઓ વધારે છે મહિલાઓની ફર્ટિલિટી
આ પણ વાંચો:
ઊંઘ માટે આ સમય સૌથી બેસ્ટ, આટલા કલાક ઊંઘ કરવાથી શરીર રહે છે નિરોગી
Weight Loss: 3 શાકભાજીનો જ્યુસ કરશે જાદુ, વધેલું પેટ ગણતરીના દિવસોમાં થશે અંદર
Weight Loss: જીમ અને ડાયટિંગ વિના પણ આ રીતે ઝડપથી ઉતરે છે વજન, બરફની જેમ ઓગળશે ચરબી
ફળનું કરો સેવન
સ્વાસ્થ્ય નિષ્ણાતો જણાવે છે કે મહિલાઓએ પ્રજનન ક્ષમતા વધારવા માટે નિયમિત રીતે ફળનું સેવન કરવું જોઈએ. ખાસ કરીને સંતરા, સ્ટ્રોબેરી, બ્લુબેરી, કિવી જેવા ફળનું નિયમિત સેવન કરવાથી કન્સિવ કરવામાં મદદ મળે છે.
લીલા પાનવાળા શાકભાજી
દૈનિક આહારમાં લીલા પાન વાળા શાકભાજીનો સમાવેશ વધારે કરવો જોઈએ. લીલા શાકભાજીનું સેવન કરવાથી પ્રજનન અંગ સ્વસ્થ રહે છે. તેમાં રહેલું આયરન, ફોલિક એસિડ અને એન્ટિઓક્સિડન્ટ મહિલાઓને કન્સીવ કરવામાં મદદ કરે છે.
ડ્રાયફ્રુટ
મહિલાઓએ દૈનિક આહારમાં ડ્રાયફ્રુટ નું સેવન પણ કરવું જોઈએ. તેમાં રહેલા ઓમેગા 3 ફેટી એસિડ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને તેનું સેવન કરવાથી કન્સિવ કરવામાં મદદ મળે છે. રોજ એક ચમચી ડ્રાયફ્રુટ નો પાવડર લેવાથી પણ ફાયદો થઈ શકે છે.
દૂધ અને પ્રોટીન
ફર્ટિલિટી સુધારવા માટે દૂધ અને પ્રોટીનયુક્ત આહારની માત્રા વધારવી જોઈએ. દૂધમાં રહેલું કેલ્શિયમ અને પ્રોટીન ફર્ટિલિટી હોર્મોન્સ બનાવવામાં મદદ કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)