Premature Old Age: આ કારણથી સમય કરતા પહેલા આવે છે વૃદ્ધાવસ્થા, રહો સાવધાન
આપણી લાઇફસ્ટાઇલની આપણા સ્વાસ્થ્ય પર ઘણી અસર પડે છે. ડેલી રૂટીનની કેટલીક આદતો એવી છે જેના કારણે વૃદ્ધાવસ્થાના લક્ષણ સમય પહેલા જ દેખાવવા લાગે છે. અમે તમને જણાવી રહ્યા છીએ રોજિંદા જીવનની કેટલીક આદતો જે તમને સમય પહેલા વૃદ્ધ બનાવી શકે છે
નવી દિલ્હી: આપણી લાઇફસ્ટાઇલની આપણા સ્વાસ્થ્ય પર ઘણી અસર પડે છે. ડેલી રૂટીનની કેટલીક આદતો એવી છે જેના કારણે વૃદ્ધાવસ્થાના લક્ષણ સમય પહેલા જ દેખાવવા લાગે છે. અમે તમને જણાવી રહ્યા છીએ રોજિંદા જીવનની કેટલીક આદતો જે તમને સમય પહેલા વૃદ્ધ બનાવી શકે છે અને તમારે તેને બદલવાની જરૂરિયાત છે.
સ્ટ્રોથી પાણી પીવું
જ્યારે આપણે સ્ટ્રો વડે ડ્રિંક પીએ છીએ, ત્યારે આપણા હોઠની આસપાસ ખેંચાય છે. આનાથી ચહેરા પર પ્રીમેચ્યોર લાઇન્સ અને કરચલીઓ આવે છે. સારું રહેશે કે તમે ગ્લાસ અથવા કપમાં ડ્રિંક પીઓ.
જંક ફૂડ્સ અને કોલ્ડ ડ્રિંક્સ
જંક ફૂડમાં ઘણી બધી ટ્રાંસ ફેટ, મીઠું અને સુગર હોય છે. તેમાં કોઈ પોષક મૂલ્ય નથી. જંક ફૂડ શરીરમાંથી કોલેજનની માત્રા ઘટાડે છે. કોલેજન ચહેરા પરની કરચલીઓ રોકે છે. સોડા અને કોલ્ડ ડ્રિંક્સ ચહેરા પર પણ ફાઇન લાઇન્સ વધારે છે.
આ પણ વાંચો:- વેલેન્ટાઈન ડે પર તમારા પાર્ટનરને આપજો આ Gifts, થઈ જશે ખુશ
દારૂનું વધારે સેવન
કેટલાક અધ્યયન મુજબ, જે લોકો વધુ પડતું દારૂનું સેવન કરે છે. તેમનામાં વૃદ્ધાવસ્થાના લક્ષણો ઝડપથી આવે છે. અતિશય દારૂનું સેવન કરવાથી આંખો નીચે કાડા ડાઘા, ચહેરા પર કરચલીઓ અને ડિહાઇડ્રેશન થવા લાગે છે.
આ પણ વાંચો:- આ રીતે થઈ ભારતમાં વડાપાઉં અને ભાજીપાઉંની એન્ટ્રી...જાણો રસપ્રદ કહાની
પેટના ભાગે સૂવું
સુવાથી શરીરને ઉર્જા મળે છે, પરંતુ જો તમે પેટના ભાગે સૂઈ જાઓ છો તો તમારામાં વૃદ્ધાવસ્થાના સંકેતો ઝડપથી જોવા મળે છે. એક અભ્યાસ મુજબ પેટના ભાગે સૂવાથી ચહેરા પર સીધું દબાણ આવે છે, જેના કારણે કરચલીઓ થવા લાગે છે. તેથી તમારી ઉંઘની રીતો બદલો.
આ પણ વાંચો:- Teddy Day 2021: શું તમને ખબર છે તમારું ફેવરિટ ટેડી બિયર ક્યાંથી આવ્યું?
સંપૂર્ણ ઉંઘ ન લેવી
નિંદ્રાના અભાવને લીધે ચહેરા પર કરચલીઓ ઝડપથી આવવા લાગે છે. નિંદ્રાના અભાવે આખુ રૂટીન બગડે છે. તેની અસર શરીર પર પણ પડે છે. એક અધ્યયનમાં જેમની ઉંઘ પુરી થતી નથી તેમના ચહેરા પર વધુ કરચલીઓ જોવા મળી છે. આ સાથે તેનું એક મુખ્ય કારણ તણાવ પણ માનવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube