Skin Care Tips: બદલતા વાતાવરણ અને પ્રદૂષણની ગંભીર અસરો ત્વચા ઉપર તુરંત દેખાવા લાગે છે. ખાસ કરીને ઉનાળામાં ત્વચા પર તડકાની અસર તુરંત દેખાય છે. તેવામાં જરૂરી છે કે ઉનાળામાં તમારા સ્કીન કેર રુટીન પર ખાસ ધ્યાન આપો. જો આમ ન કરવામાં આવે તો ત્વચા ડલ અને ડેમેજ થઈ જાય છે. જો તમે પણ તમારી ત્વચાની સંભાળ લેવા ઈચ્છતા હોય તો તેના માટે આ ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી ચહેરાની સુંદરતા વધે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


પાણીમાં આ વસ્તુ ઉમેરી લગાડો વાળ પર, Frizzy Hair ની ફરિયાદ થઈ જશે દુર, વાળ થશે silky


કસરત ન કરવી અને વધુ પડતી કરવી બંને જીવલેણ, હાર્ડકોર કસરતથી વધે Heart Attack નું જોખમ


ગાલ ગુલાબી, હોઠ ગુલાબી.... કરવા હોય તો બીટની છાલનો આ રીતે કરો ઉપયોગ


1. લીંબુ


જ્યારે ચહેરા ઉપર ડાઘ દેખાવા લાગે તો લીંબુનો ઉપયોગ કરી શકાય છે. સામાન્ય રીતે લીંબુનો ઉપયોગ રસોઈમાં વધારે કરવામાં આવે છે તેનો ઉપયોગ સ્વાસ્થ્ય લાભ માટે પણ થાય છે. લીંબુ વિટામિન c થી ભરપૂર હોય છે તેથી તેનો ઉપયોગ ત્વચાની સંભાળ માટે પણ કરી શકાય છે. તેના માટે લીંબુ ને અડધું કાપી લેવું અને પછી ચહેરા ઉપર મસાજ કરવી. આમ કરવાથી ચહેરા પર ના ડાઘ ઝડપથી દૂર થાય છે.


2. એલોવેરા


દરેક ઘરમાં એલોવેરા તો લગાડવામાં આવેલું જ હોય છે. તો બસ આ એલોવેરા નું એક પાંદડું કાપી તેની અંદરથી જેલ કાઢી લેવું. હવે આ જલને નિયમિત રીતે ચહેરા પર લગાડવાથી થોડા જ દિવસોમાં ચહેરા પર દેખાતા ડાઘ દૂર થવા લાગશે.


3. દહીં


દહીંનું સેવન નિયમિત રીતે કરવાથી પાચનતંત્ર સારી રીતે કામ કરે છે અને તેનાથી ત્વચાની સુંદરતા પણ વધી શકે છે. દહીંમાં ઇલેક્ટ્રિક એસિડ હોય છે. તેને ચહેરા પર લગાડવાથી ત્વચા ગ્લો કરે છે.


4. મધ 


ત્વચા માટે મધ પણ ઔષધી સમાન છે. મધમા એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે જેનો ઉપયોગ કરવાથી ત્વચામાં ચમક આવે છે અને ડાઘ દૂર થાય છે. મદની પણ ત્વચા ઉપર લગાડવાથી ખીલ અને ડાઘથી મુક્તિ મળે છે.