Hair Care Tips : આ પાંદડા સફેદ વાળને કરી દેશે કાળા, જાણો ઉપયોગની રીત
જો તમે પણ નાની ઉંમરમાં સફેદ વાળની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તેના માટે કેમિકલ્સયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ બિલકુલ પણ ન કરો. આ પ્રોડક્ટના ઉપયોગથી સફેદ વાળની પરેશાની વધુ વધી જાય છે.
Hair Care : સ્ટ્રેસ, ખોટી ખાણીપીણીની રીત, પ્રદૂષણ અને ખરાબ જીવનશૈલીના લીધે હાલ નાની ઉંમરમાં લોકોના વાળ સફેદ થઇ રહ્યા છે. આ ઉપરાંત વાળ ખરવા, બરછટ વાળની સમસ્યા પણ આ કારણોથી થાય છે. જો તમે પણ નાની ઉંમરમાં સફેદ વાળની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તેના માટે કેમિકલ્સયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ બિલકુલ પણ ન કરો. આ પ્રોડક્ટના ઉપયોગથી સફેદ વાળની પરેશાની વધુ વધી જાય છે. એટલા માટે હંમેશા વાળની સમસ્યાને દૂર કરવા માટે નેચરલ ઉપાયોનો ઉપયોગ કરો. આ ઉપાયોમાં તમે આંબલીના પાંદડા પણ સામેલ કરી શકો છો.
જી હાં, આંબલીના પાંદડાથી સફેદ વાળની પરેશાની દૂર કરી શકાય છે. આજે અમે તમને આ લેખમાં સફેદ વાળોની પરેશાની દૂર કરવા માટે આંબલીના પાંદડાનો ઉપયોગ કરવાની રીત બતાવીશું. આવો જાણીએ સફેદ વાળની પરેશાની દૂર કરવા માટે કેવી રીતે આંબલીના પાંદડાનો ઉપયોગ કરશો.
ગાય-ભેંસને ખવડાવો આ ચોકલેટ, આપવા લાગશે વધુ દૂધ, બિમારીઓ પણ રહેશે દૂર
આંબલી વડે કેવી રીતે દૂર કરી શકો છો સફેદ વાળની સમસ્યા?
સફેદ વઍળની સમસ્યાને દૂર કરવા માટે સૌથી પહેલા 1 કટોરી આંબલીના પાંદડા લો. ત્યારબાદ આ પાંદડાને ખલ અથવા ગ્રાઇડરની મદદથી વાટી લો.
હવે આ પેસ્ટમાં થોડું દહી, આંબળાનો પાવડર, અરીઠાનો પાવડર મિક્સ કરીને લગભગ 1 કલાક છોડી દો.
ત્યારબાદ આ મિશ્રણે સારી રીતે મિક્સ કરી દો.
હવે આ પેસ્ટને તમારા વાળના મૂળ સુધી લઇ જાવ.
લગભગ 1 કલાક બાદ વાળને ધોઇ દો.
અઠવાડિયામાં બેથી ત્રણ વાર આ માસ્કનો ઉપયોગ કરવાની સફેદ વાળની સમસ્યા દૂર થઇ શકે છે.
ધ્યાન રાખો કે આ ઘરેલૂ ઉપાયથી દ્ફક્ત તમે સફેદ વાળની પરેશાની બચી શકો છો. આ પ્રયોગથી કોઇ સમસ્યાનો કાયમી સારવાર કરી શકાતી નથી. જો નાની ઉંમરમાં સફેદ વાળની પરેશાની ખૂબ છે તો આ સ્થિતિમાં એક્સપર્ટનો સંપર્ક કરો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube