નવી દિલ્હી: આ વર્ષે આપ ઉત્તરાખંડના ચંપાવત અને મુક્તેશ્વરમાં ફરવા જવાનું પસંદ કરી શકો છો. આ બંને જગ્યાઓ ખુબ જ સુંદર છે. અને આ જગ્યા પર દેશના ખુણે ખુણેથી સહેલાણીઓ આવતા હોય છે. આ બંને હિલ સ્ટેશન પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય છે. જેના કારણે પ્રવાસીઓ અહીં આવવાનું વધુ પસંદ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બંને જગ્યાઓ પર આપ પહાડી ગામોની મજા માણી શકો છો. અને ખુબ નજીકથી ઉત્તરાખંડના જનજીવન અને પ્રકૃતિની અદભૂત ખુબસુરતીને જોઈ શકો છો.


700 ગધેડીના દૂધથી સ્નાન કરતી હતી આ રાણી, રહસ્ય જાણવા પુરૂષો સાથે બનાવતી સંબંધ


ખુબ જ સુંદર છે ચંપાવત અને મુક્તેશ્વર
ઉત્તરાખંડ સ્થિત ચંપાવત અને મુક્તેશ્વર હિલ સ્ટેશન ખુબ સુંદર છે. પ્રકૃતિના ખોળામાં બનેલા આ બંને હિલ સ્ટેશનમાં આપને નદી, પહાડ, ઝરણા, ખીણ અને બીજા અનેક પર્યટન સ્થળ જોવા મળશે. ચંપાવતમાં પ્રવાસીઓ પ્રાકૃતિક સૌંદર્યને માણી શકે છે. અહીં આપ બાણાસુરનો કિલ્લો પણ જોઈ શકો છો. પ્રાચીન બાલેશ્વરના મંદિરમાં દર્શન પણ કરી શકો છો. આપ ચંપાવતથી આગળ લોહાઘાટ પણ જઈ શકો છો. જો આપને ઓફ બીટ, શાંત અને સૂકુન ભરેલી જગ્યા પર જવુ છે ચંપાવત જરૂર જાઓ.


મુલતાની માટીથી અઠવાડિયામાં માત્ર 2 વાર ધોવો વાળ, થશે આ ગજબના ફાયદા


આવી જ રીતે મુક્તેશ્વરમાં પ્રવાસીઓ લૉંગ ટ્રેકિંગની મજા માણવા આવતા હોય છે . પ્રવાસીઓ અહીં કેમ્પિંગ કરી શકે છે. અને અદભૂત નજારો પણ જોઈ શકે છે. મુક્તેશ્વર એક એવુ હિલ સ્ટેશન છે જ્યાં ભીડ ઓછી રહે છે. અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે. આ હિલ સ્ટેશન નૈનીતાલથી લગભગ 51 કિલોમીટર દૂર સ્થિત છે. અહીં આપ હિમાલયની પર્વત શ્રૃંખલા પણ જોઈ શકો છો. દેવદ્વારના જંગલમાં આરામ કરી શકો છો અને ત્યાં બેસીને પ્રકૃતિને પણ માણી શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube