અઘોરીઓની રહસ્યમય દુનિયાની અંદર જેટલા તમે ઊંડા ઉતરતા જશો એટલા જ તમને રહસ્યો અને રોમાંચ બંને જાણવા મળશે. શરીર પર રાખ લપેટનારા અઘોરીઓ કહેવાય છે કે ક્યારેક મૃતદેહોનું માંસ ખાય છે તો ક્યારેક મૃતદેહો સાથે જ સંબંધ બનાવે છે. એટલું જ નહીં એવું પણ કહેવાય છે કે તેઓ મહિલાઓ જ્યારે માસિકધર્મમાં હોય ત્યારે તેમની સાથે શારીરિક સંબંધ બનાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બધુ જાણ્યા બાદ તમારા મનમાં પણ એવો સવાલ ચોક્કસ ઉદ્ભવે કે જ્યારે તેઓ આ રીતે શારીરિક સંબંધ બનાવે તો સાધુ કેવી રીતે હોઈ શકે? કારણ કે સાધુ સમાજમાં તો બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી હોય છે અને અઘોરીઓ ન તો બ્રહ્મચર્યનું પાલન કરે છે કે ન તો તેમની ખાણીપીણી સાધુ સંતો જેવી હોય છે. માંસ મદિરાનો ભોગ લગાવનારા આ અઘોર પંથ શિવના પૂજારી હોવાનો દાવો તો પછી કેમ કરે છે?


અઘોરી શબ્દનો અર્થ
અઘોર પંથની ધારણા શું છે એ જાણતા પહેલા તમારે એકવાર અઘોરી શબ્દનો અર્થ સમજવો જોઈએ. અઘોર એટલે અ+ઘોર એટલે કે જે ઘોર ન હોય અને સરળ હોય. અઘોરી પોતાની સાધનમાં આ જ સરળતાને સામેલ કરે છે. સીધા શબ્દોમાં કહીએ તો તેમના માટે શબ-માણસ અને ગંદકી-સફાઈ બધુ એકજેવું છે. આ જ કારણ છે કે તેઓ કોઈ પણ વસ્તુથી નફરત  કરતા નથી. તેમના માટે મળમૂત્ર, માણસનું માંસ બધુ સામાન્ય હોય છે. અઘોર બનવાની પ્રથમ ક્રિયા મનમાંથી ધૃણા કાઢવાની હોય છે. આ બધુ એ બાળક જેવું હોય છે કે જેને જ્યાં સુધી કશું જ જ્ઞાન હોતું નથી. તે કોઈ પણ વસ્તુને નફરત  કરતું નથી. આ જ તેમની આરાધનાની સરળતા છે. 


કોણ હતા પહેલા અઘોરી? 
શ્વેતાશ્વતરોપનિષદમાં ભગવાન શિવને અઘોરનાથ કહેવામાં આવ્યા છે. અઘોરીબાબા પણ શિવજીના આ રૂપની ઉપાસના કરે છે. બાબા ભૈરવનાથ પણ અઘોરીઓના આરાધ્ય છે. પરંતુ મૃતદેહો સાથે કે રજસ્વલા મહિલાઓ સાથે તેમના શારીરિક સંબંધ બનાવવા અને માણસનું માંસ ખાવા પાછળના તર્ક પણ તેની જેમ શાશ્વત છે. 


કાચું માંસ ખાવા પાછળનું કારણ?
અનેક ઈન્ટરવ્યુ અને ડોક્યુમેન્ટરીમાં અઘોરીઓએ એવું સ્વીકાર્યું છે કે તેઓ સ્મશાનમાં રહે છે અને અડધા બળેલા મૃતદેહોના માંસ ખાય છે. આમ કરવા પાછળ અઘોરીઓનું તર્ક એ હોય છે કે આ ખાવાથી તેમની તંત્ર ક્રિયાની શક્તિ પ્રબળ થાય છે. એટલું જ નહીં તેઓ પોતાની તંત્ર સાધનામાં મૃતદેહનું માંસ અને મદિરાનો જ ભોગ લગાવે છે. ત્યારબાદ તેઓ એક પગ પર ઊભા રહીને તપ કરે છે. એટલું જ નહીં તેઓ મૃતદેહોની ખોપડીમાંથી દ્રવ્ય કાઢે છે.


મૃતદેહ સાથે શારીરિક સંબંધ
મૃતદેહ સાથે અઘોરી બાબા દ્વારા શારીરિક સંબંધ બનાવવાની ધારણા પ્રચલિત છે. અઘોરી પોતે પણ આ વાત સ્વીકારે છે. તેઓ તેને શિવ અને શક્તિની ઉપાસનાની એક રીત માને છે. તેમનું માનવું છે કે જો શબ સાથે શારીરિક ક્રિયા દરમિયાન મન ઈશ્વરની ભક્તિમાં તલ્લીન રહે તો તે સાધનાનું સૌથી ઉચ્ચું સ્તર છે. 


રજસ્વલા મહિલા સાથે સંબંધ
અઘોર પંથ  બ્રહ્મચર્યનું પાલન કરતો નથી કારણ કે તેઓ પોતાની શક્તિઓને જાગૃત કરવા માટે કઈક પરીક્ષાઓ આપતા રહે છે. તેઓ પોતાની આ શક્તિને મેળવવા માટે એવી મહિલા સાથે અઘોરીઓ શારીરિક સંબંધ બનાવે છે જે માસિક ધર્મમાં હોય એટલે કે જેના પીરિયડ ચાલુ હોય. એવી માન્યતા છે કે આ  કામ તેમના માટે શિવ સાથે પોતાનું જોડાણ ચેક કરવાની જ એક રીત છે. અઘોરી શારીરિક સંબંધ બનાવતી વખતે પણ જો ભગવાન શિવમાં લીન રહી જાય તો તમને વિશેષ શક્તિ પ્રાપ્ત થાય છે. 


ઢોલ મંજીરા સાથે બનાવે છે શારીરિક સંબંધ
એવી પણ માન્યતા છે કે અઘોરીઓ જ્યારે મહિલાઓ સાથે ઢોલ મંજીરા, નગારાના અવાજ વચ્ચે સંબંધ બનાવે છે તો તે તેમની સૌથી મોટી શક્તિ પરીક્ષા હોય છે. આ દરમિયાન જો તેઓ શિવમાં તલ્લીન રહી ગયા તો તેઓ સંપૂર્ણ રીતે અઘોરી બની જાય છે. એક પ્રકારે આ તેમના માટે બ્રહ્મચર્યનું પાલન હોય છે. 


ખોપડી કેમ રાખે છે
અઘોરી પોતાની પાસે હંમેશા માણસની ખોપડી રાખે છે. જેને કાપાલિકા પણ કહે છે. શિવના અનુયાયી હોવાના કારણે અઘોરી નરમુંડ એટલે કે માણસની ખોપડી રાખે છે અને તેનો ઉપયોગ તેઓ પોતાના ભોજન પાત્ર તરીકે કરે છે. માન્યતા મુજબ એકવાર શિવજીએ બ્રહ્માજીનું માથું કાપી નાખ્યું હતું અને તેમના માથાને લઈને આખા બ્રહ્માંડના ચક્કર  કાપ્યા હતા. એ જ તર્જ પર અઘોરી પણ ખોપડી ગળામાં ટાંગીને ફરે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube