Hair Care Tips: આજના સમયમાં નાની ઉંમરના લોકોને પણ સફેદ વાળની સમસ્યા થવા લાગે છે. નિષ્ણાતોનું માનીએ તો આહાર શૈલીની ખૂબ જ ખરાબ અસર વાળ ઉપર જોવા મળે છે. તેવામાં જો નાની ઉંમરમાં જ હેર કલર કરવાની શરૂઆત કરવામાં આવે તો વાળ વધારે નબળા થઈ જાય છે. થોડાક સમયમાં વાળ ખરવાનું પણ વધી જાય છે. ત્યારે આજે તમને એક એવા ફૂલ વિશે જણાવીએ જેને લગાડવાથી તમારા વાળ કુદરતી રીતે કાળા રહેશે અને કલર કરવાની જરૂર નહીં પડે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ઘરે દહીંમાંથી બનાવો હેર સ્ટ્રેટનિંગ માસ્ક, કોઈપણ જાતના ખર્ચ વિના વાળ થઈ જશે સ્ટ્રેટ


વાળ ખરતાં હોય વધારે તો ટાલ પડી જાય તે પહેલા કરો આ કામ, ખરતાં વાળ થશે બંધ


ઘરના દરેક ખૂણામાં દેખાય છે ખરેલા વાળ ? તો આ ફળનો કરો ઉપયોગ, બંધ થશે વાળનું ખરવું


બારમાસીના ફૂલ વાળને કુદરતી રીતે કાળા કરવામાં મદદ કરે છે. આ ફૂલનો ઉપયોગ કરવાથી વાળ સંબંધિત સમસ્યામાં ફાયદો થાય છે. જો તમે કેમિકલ યુક્ત રંગોથી બચવા ઇચ્છો છો તો આ ફૂલનો ઉપયોગ કરી શકો છો. આ ફૂલમાંથી હેર કલર બનાવવા માટે નીચે દર્શાવ્યા અનુસાર વિધિ ફોલો કરવી.


કલર બનાવવાની રીત


20 થી 30 બારમાસીના ફૂલની પાંદડી લેવી. તેને બરાબર સાફ કરી લેવી અને તેમાં બે ચમચી ચા ની ભૂકી અને એક ચમચી કોફી ઉમેરો. તેમાં અડધો કપ પાણી ઉમેરી બરાબર ઉકાળો. બધી જ વસ્તુ બરાબર રીતે ઉકળી જાય પછી તેને ઠંડુ થવા દો અને પછી મિક્સચર ગ્રાઈન્ડર માં પીસી લો. હવે આ પેસ્ટને લોઢાના વાસણમાં બે કલાક સુધી રાખો. બે કલાક પછી તેને વાળમાં લગાડો. વાળમાં લગાડ્યા પછી એક કલાક સુધી તેને રહેવા દો અને પછી માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લેવા. અઠવાડિયામાં બે વખત આ રીતે ફૂલની પેસ્ટ માથામાં લગાડશો તો તમારા સફેદ વાળ કાળા થવા લાગશે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)