Railway Station With Shortest Name: ભારતીય રેલ્વે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ્વે નેટવર્ક છે. જે દરરોજ કરોડો લોકોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડે છે. સુરક્ષિત સુનિશ્ચિત મુસાફરી કરવા માટે લોકો ભારતીય રેલ્વે પર વિશ્વાસ મુકે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતના કયા રેલવે સ્ટેશનનું નામ સૌથી ટૂંકું છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Jio Plus છે સસ્તો ફેમિલી પ્લાન છે, Hotstar અને Netflix નું મળશે ફ્રી સબ્સક્રિપ્શન


રેલ્વેની મોટી ભેટ, ટિકિટ લીધા વિના પણ ટ્રેનમાં થશે મુસાફરી


આ છે ભારતનું સૌથી મોટું રેલવે જંકશન, ભારતની કોઈપણ જગ્યાએ જવું હોય અહીંથી મળશે ટ્રેન


થોડા સમય પહેલા આ અંગેની માહિતી ખુદ રેલ્વે મંત્રાલયના સત્તાવાર સોશિયલ મીડિયા પર આપવામાં આવી હતી. દેશનું સૌથી ટૂંકું નામ ધરાવતું રેલ્વે સ્ટેશન ઈબ છે જે ઓરિસ્સામાં આવેલું છે. ભારતીય રેલ્વે નેટવર્કમાં આ એકમાત્ર સ્ટેશન છે, જેનું નામ આટલું ટૂંકું છે. તેના નામમાં માત્ર બે જ અક્ષરો છે. 


હવે તમે વિચારતા હશો કે તેનું નામ આટલું નાનું કેવી રીતે? આ રેલ્વે સ્ટેશનનું નામ ઈબ નદીના નામ પરથી રાખવામાં આવ્યું છે. ઈબ નદી એ એક ઉપનદી છે જે છત્તીસગઢ અને ઓરિસ્સા રાજ્યોમાંથી વહે છે. દેશમાં ઘણા એવા રેલ્વે સ્ટેશન છે, જેમના નામ ખૂબ જ આશ્ચર્યજનક છે અને કેટલાક ખૂબ જ રમુજી પણ છે.