નવી દિલ્હીઃ Most Expensive Food Items: ખાવાના શોખીન સામાન્ય લોકો માટે 500-1000 રૂપિયા સુધીની ખાદ્ય સામગ્રી ખરીદવી એ મોટી વાત નથી. આજકાલ મોટાભાગના લોકો ખોરાક પર આટલી રકમ ખર્ચવા પરવડી શકે છે અને ફૂડ પ્રેમીઓ માટે તે કંઈ નથી. જો કે, જો અમે તમને જણાવીએ કે આવી ઘણી ખાદ્ય સામગ્રી છે, જેની કિંમત હજારો અથવા લાખો છે, તો તમે શું વિચારશો. અલબત્ત તેઓ વિચારશે કે 'ભાઈ! એવું કયું ખાદ્યપદાર્થ છે કે જેની કિંમત હજારો-લાખમાં છે. આવી એક-બે નહીં પણ અનેક ખાદ્યપદાર્થો છે. આવો જાણીએ તેમના વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. અલ્માસ કૈવિયર
કૈવિયરને અમીરોની ડીશ માનવામાં આવે છે. આવુ એટલા માટે કહેવામાં આવે છે કારણકે તેની કિંમત લાખોમાં હોય છે. આ એક લક્ઝરી ફૂડ પ્રોડક્ટ છે. કૈવિયાર એ માછલીના ઈંડા હોય છે, જેને માછલીની અમુક જ પ્રજાતિ આપે છે. ઈરાનથી આવતા અલ્માસ કૈવિયારલને વર્લ્ડની સૌથી મોંઘી કૈવિયાર માનવામાં આવે છે. આ કૈવિયરનો દેખાવ સફેદ મોતી જેવો હોય છે. એવુ કહેવાય છે કે, તેનો સ્વાદ મલાઈદાર અને  માખણ જેવો હોય છે. 1 kg અલ્માસ કૈવિયારની કિંમત 25,000 ડોલર એટલે કે (20.73 લાખ) રૂપિયા હોય છે.


2. ઈટાલિયન સફેદ ટ્રફલ્સ
ટ્રફલ એક પ્રકારની ફૂગ છે. જે જમીનથી થોડા ઈંચની અંદર ઉગે છે. આ ફૂગના ઉત્પાદન માટે ઈટલી આખી દુનિયામાં મશહુર છે. ઈટલીના સફેદ ટ્રફલ્સને સૌથી દુર્લભ અને મોંઘા માનવામાં આવે છે.  આ ટ્રફલ્સની માગ દુનિયાભરમાં સૌથી વધુ છે. જોકે મોંઘુ હોવાના કારણે તેનો સ્વાદ માત્ર અમીર ઘરના લોકો જ માણી શકે છે. તેની કિંમત 5000 ડોલર પ્રતિ પાઉન્ડ (4.35 લાખ) સુધીની હોય છે.


આ પણ વાંચો- શા માટે 8 માર્ચે ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો રસપ્રદ તથ્યો


3. કોપી લુવાક કોફી
કોપી લુવાક કોફીને દુનિયાની સૌથી માનવામાં આવે છે. તેને સિવેટ કોફીના રૂપે પણ ઓળખવામાં આવે છે. એવુ કહેવામાં આવે છે કે આ કોઈ પીધા પછી કોઈ કોફી ભાવતી નથી. જંગલી રેડ કોફીના બિન્સમાંથી આ કોફી બનાવવામાં આવે છે. આ કોફી બિન્સ એશિયન  પામ સિવેટ નામનાં એક પ્રાણીી પોટીમાંથી મળી આવે છે. કોફી બનાવવા માટે આ બિન્સને એકઠા કરીને બરાબર સાફ કરવામાં આવે છે. ત્યાર બાદ તેને શેકીને પીસવામાં આવે છે. આ જ કારણ છે કે આ કોફી ખૂબ જ મોંઘી આવે છે. એક પાઉન્ડ કોપી લુવાક કોફીની કિંમત 600 ડોલર (47,760 રૂપિયા) હોય છે.


4. વૈગ્યૂ બીફ
જાપાનમાં ઉત્પન્ન થતા આ વાગ્યૂ બીફને વિશ્વનું સૌથી મોંઘુ મીટ માનવામાં આવે છે.  પશુપાલનની જટિલ રીતને કારણે તેની કિંમત વધારે છે. વાગ્યૂ મીટના એક પાઉન્ડની કિંમત 200 ડોલર (16,586 રૂપિયા) સુધીની હોય છે.


આ પણ વાંચોઃ Kiss અંગે કમાલની વાત! જાણો કિસ કરતી વખતે છોકરીઓ કેમ કરી લે છે આંખો બંધ


5. કેસર
કેસર ક્રોકસ ફૂલમાંથી પ્રાપ્ત થતો એક પ્રકારનો મસાલો છે. તેનો ઉપયોગ અલગ-અલગ પકવાનમાં સ્વાદ અને રંગ વધારવા માટે થાય છે. કેસરને પણ દુનિયાની સૌથી મોંઘી ફૂડ આઈટમ માનવામાં આવે છે. એક ગ્રામ કેસના પ્રોડક્શન માટે લગભગ 150 ફૂલની જરૂર પડે છે. એક પાઉન્ડ કેસરની કિંમત 5000 ડોલર (4.14 લાખ) રૂપિયા હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube