Bhool Bhulaiyaa ના 300 વર્ષ જૂના મંજૂલિકાવાળા મહેલની આ છે રિયલ સ્ટોરી, માથા વગરનો વ્યક્તિ...
Bhool Bhulaiyaa Akshay Kumar: વર્ષ 2007માં રિલીઝ થયેલી અક્ષય કુમારની ભૂલ ભુલૈયા જબરદસ્ત હિટ રહી હતી, જેમાં એક ભૂતિયા મહેલની સ્ટોરીએ લોકોનું ઘણું મનોરંજન કર્યું હતું. પરંતુ શું તમે જાણો છો કે વાસ્તવમાં મંજુલિકાનો મહેલ ક્યાં છે.
Akshay Kumar Bhool Bhulaiyaa Shooting Location: હિન્દી સિનેમાની હોરર ફિલ્મોની વાત કરીએ તો અક્ષય કુમારની ભૂલ ભુલૈયાનો ઉલ્લેખ ચોક્કસપણે થશે. 2007માં રિલીઝ થયેલી એક શાનદાર ફિલ્મ જે જબરદસ્ત હિટ રહી હતી. આ ફિલ્મે બોલિવૂડને મંજુલિકા નામનું ભૂત આપ્યું પરંતુ આજે આપણે મંજુલિકા વિશે નહીં પરંતુ તે મહેલ વિશે જણાવીશું જ્યાં મંજુલિકા રહેતી હતી. જો તમે આ ફિલ્મ જોઈ હોય, તો તમે પણ આ હવેલી વિશે જાણતા જ હશો. પરંતુ શું તમે જાણો છો કે આખરે આ મહેલ હકિકતમાં ક્યાં આવેલો છે?
જયપુરના ચોમુ પેલેસમાં થયું હતું શૂટિંગ
આ પણ વાંચો:
અહીંના ખળખળ વહેતા પાણીથી તમારું મન પ્રફુલ્લિત થઈ જશે.. આ 9 ધોધ નથી જોયા તો થશે અફસોસ
ઉંદરને માર્યા વિના ભગાડો ઘરમાંથી બહાર, એકવાર આ કામ કર્યા પછી ઉંદર નહીં દેખાય ઘરમાં
એકમાત્ર એવું મંદિર જેનો નથી પડતો પડછાયો, આજ સુધી કોઈ ઉકેલી નથી શક્યું રહસ્ય
અક્ષય કુમાર અને વિદ્યા બાલન સ્ટારર 'ભૂલ ભુલૈયા' 2007માં રિલીઝ થઈ હતી. જેમાં એક મોટી હવેલી અને તે હવેલીમાં બંધ ભૂત આત્માની સ્ટોરી બતાવવામાં આવી હતી. હકિકતમાં આ હવેલી નથી પરંતુ એક મોટો મહેલ છે જે જયપુરથી એકદમ નજીક છે. આ મહેલનું નામ છે ચોમુ પેલેસ. જ્યારે આ ફિલ્મનું શૂટિંગ ત્યાં થઈ રહ્યું હતું ત્યારે આ મહેલ સાથે જોડાયેલી ઘણી વાતો પણ સાંભળવા મળી હતી. ખાસ કરીને ત્યાં રહેતા લોકોએ તેને લગતી એવી વાતો કહી કે લોકો ડરવા લાગ્યા. એવું કહેવાય છે કે શૂટિંગ દરમિયાન ઘણી વખત બીજું કોઇ હોવાનો પણ અહેસાસ ઘણા લોકોને થયો હતો.
એટલું જ નહીં, પછી લોકોએ એ પણ કહ્યું કે આ મહેલના રાજાએ યુદ્ધ દરમિયાન વીરગતિ પ્રાપ્ત કરી હતી અને દુશ્મનોએ તેમનો શિરચ્છેદ કર્યો હતો. લોકોના કહેવા પ્રમાણે, અહીં ઘણી વખત માથા વગરનો વ્યક્તિ પણ જોવા મળ્યો હતો. ફિલ્મ ભૂલ ભૂલૈયાનું શૂટિંગ આ પેલેસમાં 25 દિવસ સુધી ચાલ્યું હતું અને જ્યારે ફિલ્મ પૂરી થઈ ત્યારે તે જબરદસ્ત હિટ રહી હતી. આ પછી તેનો આગામી ભાગ ભૂલ ભુલૈયા 2 પણ 2022માં રીલિઝ થયો હતો, જેને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. 2022માં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી.