Weight Loss: સવારે જાગીને કરો આ 3 કામ, કોઈપણ પ્રકારની મહેનત વિના પાતળા થવા લાગશો
Weight Loss: જો તમે જીમમાં ગયા વિના અને ભુખ્યા રહ્યા વિના વજન ઝડપથી ઉતારવા માંગો છો તો તે શક્ય છે. તેના માટે સવારે જાગીને બસ આ 3 કામ કરી લેવા.
Weight Loss: આજના સમયમાં દર બીજી વ્યક્તિ તમને વધારે વજનથી પરેશાન મળશે. વધારે વજન દેખાવને ખરાબ કરે છે તેવું નથી તેના કારણે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગ પણ થઈ શકે છે. વજન ઘટાડવા માટે લોકો ડાયટિંગ અને જીમમાં જઈને કસરત પણ કરતા હોય છે. પરંતુ કેટલાક લોકો પાસે આ કામ કરવાનો સમય હોતો નથી અને કેટલાક લોકોને આ કામ કર્યા પછી પણ રિઝલ્ટ મળતું નથી. જો તમે ખરેખર વજન ઘટાડવા માંગો છો તો આહારમાં અને જીવનશૈલીમાં ફેરફાર કરવો જરૂરી છે.
આ પણ વાંચો: આ દેશી વસ્તુઓ છે શ્વેતા તિવારીની યુવાન સ્કિનનું સીક્રેટ, 44 વર્ષે પણ દેખાય છે સુંદર
ઝડપથી વધેલું વજન ઘટાડવું હોય તો સવારે તમારા રૂટિનમાં આ 3 કામનો સમાવેશ કરો. સવારે જાગીને આ ત્રણ કામ કરી લેશો તો વજન ઝડપથી ઘટવા લાગશે.
સવારે હુંફાળું પાણી પીવું
વજન ઘટાડવા માટે શરીર હાઇડ્રેટ રહે તે જરૂરી છે. જો તમે વજન ઘટાડવા માંગો છો તો સવારે એક થી બે ગ્લાસ હુંફાળું પાણી પીવું. તેનાથી શરીર હાઇટ્રેટ રહે છે અને મેટાબોલિઝમ પણ બુસ્ટ થાય છે પરિણામે ચરબી ઝડપથી ઓગળે છે. હુંફાળું પાણી પીધા પછી આખા દિવસ દરમિયાન પણ પૂરતા પ્રમાણમાં પાણી, ફળ, નાળિયેર પાણી અને છાશનું સેવન કરતા રહેવું.
આ પણ વાંચો: Hair Fall: આ શાકની છાલથી અટકી જશે ખરતા વાળ, કચરામાં ફેંકવાનું બંધ કરી આ રીતે યુઝ કરો
બ્રેકફાસ્ટ કરો
ઘણા લોકો સવારે બ્રેકફાસ્ટ કરતા નથી. આ સૌથી મોટું કારણ છે જેનાથી વજન વધે છે. સવારનો નાસ્તો ક્યારેય સ્કીપ ન કરો. સવારના સમયે હેલ્ધી વસ્તુ ખાઈ લેવી જોઈએ. નાસ્તો દિવસનો સૌથી પહેલો આહાર છે. જો તમે શરીરને આ આહાર આપતા નથી તો આખો દિવસ તમને કામ કરવામાં એનર્જી નહીં જણાય. સાથે જ શરીરમાં પણ પોષક તત્વોની ખામી સર્જાશે. તેથી સવારે નાસ્તામાં કોઈ પણ હેલ્ધી વસ્તુ ખાઈ લેવી.
આ પણ વાંચો: સવારે 5 મિનિટ કરો આ યોગાસન, આખો દિવસ શરીરમાં રહેશે એનર્જી અને મન રહેશે શાંત
30 મિનિટ એક્સરસાઇઝ
જરૂરી નથી કે વજન ઘટાડવા માટે તમે જીમમાં જ જાવ. તમે ઘરે રહીને પણ હળવી એક્સરસાઇઝ સવારે કરી શકો છો. સવારના સમયે માત્ર 30 મિનિટનો સમય કાઢીને હળવી એક્સરસાઇઝ કરશો તો વજન ઘટાડવામાં મદદ મળશે. એક્સરસાઇઝ કરવાથી મેટાબોલિઝમ સુધરે છે અને ફેટ બર્ન થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)