Get Rid Off Rain Insects: ચોમાસુ શરૂ થાય એટલે કેટલીક સમસ્યાઓ દરેક ગૃહિણીને સતાવા લાગે છે. આવી જ એક સમસ્યા છે ઘરમાં કીડી, મકોડા અને જીવજંતુ નીકળવાની. વરસાદનું એક ઝાપટું પડે કે ઘરમાં કીડી મકોડાનો ઢગલો થવા લાગે છે. વરસાદમાં કીડી, મકોડાનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે જેના કારણે રસોડામાં તો કોઈ પણ વસ્તુ રાખવી મુશ્કેલ થઈ જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવી સ્થિતિમાં જો તમે તમારા રસોડા અને ઘરને વરસાદી વાતાવરણના જીવજંતુ અને કીડી, મકોડાથી સુરક્ષિત રાખવા માંગો છો અને પરિવાર સાથે આનંદનો સમય વિતાવવા માંગો છો તો આજે તમને પાંચ સરળ ઘરેલુ ઉપાય જણાવીએ જેની મદદથી તમે ઘરમાંથી કીડી, મકોડાને એક ઝાટકે દૂર કરી શકો છો. 


આ પણ વાંચો:


આ ટ્રીક છે જોરદાર, ટ્રાય કરીને 1 કિલો ડુંગળી સમારી નાખો તો પણ આંખમાં નહીં આવે આંસુ


આ ટિપ્સ અપનાવશો તો ચોમાસામાં પણ ખાંડમાં નહીં લાગે ભેજ, નહીં ઓગળે જરા પણ


સ્ટીલના વાસણમાં ભોજન બનાવતી વખતે આ વાતનું નહીં રાખો ધ્યાન તો ભોજન બની જશે 'ઝેર' સમાન


ફુદીનો


ચટણી અને ચામાં સૌથી વધુ વપરાતું ફુદીનો ઘરમાંથી કીડા મકોડાનો સફાયો કરી શકે છે. તેના માટે ફુદીનાનું તેલ પાણીમાં મિક્સ કરીને રસોડામાં અને રૂમમાં છાંટી દો આમ કરવાથી કીડી મકોડા જેવા જીવજંતુ ઘરમાં આવશે નહીં.


તુલસીના પાન


વરસાદી જીવજંતુને ઘરમાંથી દૂર કરવા હોય તો તુલસીના પાન પણ ઉપયોગી છે તેના માટે તુલસીના પાનને પાણીમાં ઉકાળી આ પાણીને સ્પ્રે બોટલમાં ભરી લો ત્યાર પછી ઘરમાં અલગ અલગ જગ્યાએ આ પાણી છાંટી દો. આમ કરવાથી પણ કીડી મકોડા કે જીવજંતુ ઘરમાં આવશે નહીં.


તમાલ પત્ર


વરસાદી વાતાવરણમાં ચોખા, ખાંડ અને લોટમાં પણ કીડી ચઢી જતી હોય છે આવી સ્થિતિમાં આવી વસ્તુઓ અને અન્ય ખાદ્ય પદાર્થો જેમાં કીડી ચઢી જતી હોય તેમાં તમાલપત્ર રાખી દેવા જોઈએ તમાલપત્રની સુગંધથી કીડી વસ્તુમાં ચઢતી નથી. 


આ પણ વાંચો:


Cleaning Hacks:લોખંડના તવાનો ઉપયોગ કર્યા બાદ આ રીતે કરો સાફ, 10 મિનિટમાં થઈ જશે સફાઈ


ગરોળીને ઘરમાંથી ભગાડવી હોય તો અજમાવો આ 6 માંથી કોઈ એક ઉપાય, 1 કલાકમાં ગરોળી ગાયબ


કાકડી


તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ જ્યાં તમે કાકડી રાખશો ત્યાં ક્યારેય કીડી જોવા નહીં મળે કારણ કે કાકડી કીડીને પસંદ નથી. જો તમારા રસોડામાં વારંવાર કીડીઓ નીકળતી હોય તો કાકડીના ટુકડા કરીને રાખી દો ત્યાર પછી કીડી ક્યારે જોવા નહીં મળે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)