Hair Fall: વાળને ખરતા અટકાવવા હોય તો રોજ કરો આ યોગાસન, વાળ થશે કાળા અને લાંબા
Hair Fall: વાળને સફેદ થતા અટકાવવા અને લાંબા કરવા હોય તો સૌથી પહેલા જીવનશૈલી અને આહારમાં સુધારો કરવો જરૂરી છે. તેના માટે કેટલાક યોગાસન કરવાથી પણ લાભ થાય છે. જે લોકો વાળ ખરવાની સમસ્યાથી પીડાય છે તેઓ કેટલાક ખાસ યોગ આસનો કરી શકે છે.
Hair Fall: વાળ ખરવાની સમસ્યા આજના સમયમાં સામાન્ય થઈ ગઈ છે. ઘણા લોકોના વાળ ખૂબ જ નબળા, પાતળા અને નિર્જીવ હોય છે. વાળની આવી સમસ્યાને દુર કરવા માટે લોકો મોંઘા પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. પરંતુ તમારે વાળને સફેદ થતા અટકાવવા અને વાળ ખરતા અટકાવવા માટે કેમિકલયુક્ત પ્રોડક્ટ્સ કાયમી ઉપાય નથી. તેનો વધુ પડતો ઉપયોગ વાળને નુકસાન પણ કરી શકે છે.
વાળને સફેદ થતા અટકાવવા અને લાંબા કરવા હોય તો સૌથી પહેલા જીવનશૈલી અને આહારમાં સુધારો કરવો જરૂરી છે. તેના માટે કેટલાક યોગાસન કરવાથી પણ લાભ થાય છે. જે લોકો વાળ ખરવાની સમસ્યાથી પીડાય છે તેઓ કેટલાક ખાસ યોગ આસનો કરી શકે છે. આ યોગાસન કરવાથી ખરતા વાળ અટકે છે અને વાળ કાળા પણ થાય છે.
આ પણ વાંચો:
Weight Loss: વજન ઓછું કરવા પીવું કાકડીનું પાણી, પીવાથી શરીરને થશે આટલા ફાયદા
શેમ્પૂમાં આ વસ્તુ મિક્સ કરી વાળ ધોવાનું કરો શરુ, 30 દિવસમાં વધી જશે વાળની લંબાઈ
આ 3 સ્ટેપ ફોલો કરી વાળને કરશો શેમ્પૂ તો સ્પા કરાવ્યું હોય તેવું મળશે રિઝલ્ટ
શીર્ષાસન
શીર્ષાસન કરવાથી માથામાં લોહીનો પ્રવાહ વધે છે અને વાળનો ગ્રોથ થાય છે. જે લોકોના વાળ ખરતા હોય અથવા વાળ સફેદ થઈ રહ્યા હોય તેમણે શીર્ષાસન કરવું જોઈએ. તેનાથી સ્ટ્રેસ પણ ઓછો થાય છે.
બાલાસન
બાલાસનનો અભ્યાસ કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ અને સ્ટ્રેસથી રાહત મળે છે. પેટની સમસ્યા અને સ્ટ્રેસના કારણે વાળ ખરવા લાગે છે. બાલાસન વાળના ગ્રોથને વધારે છે.
ત્રિકોણાસન
જો વાળને અકાળે સફેદ થતા અટકાવવા હોય અને વાળની ડ્રાયનેસ દુર કરવી હોય તો ત્રિકોણાસનનો અભ્યાસ કરો.
ઉત્તાનાસન
ઉત્તાનાસનનો નિયમિત અભ્યાસ કરવાથી વાળની સમસ્યાઓ ઓછી થાય છે. તેનાથી પાચન સંબંધિત સમસ્યાઓ દુર થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)