Remove Skin Darkness: જે લોકોને દિવસ દરમિયાન તડકામાં વારંવાર બહાર નીકળવું પડે છે તેમના ચહેરા પર ટેનિંગ થઈ જાય છે. ઘણી વખત પોલ્યુશન ના કારણે પણ ચહેરો કાળો થવા લાગે છે. ત્વચા પર દેખાતી આ કાળાશને દૂર કરવા માટે ટમેટાનો ઉપયોગ કરવો જોઈએ. ટમેટાનો ઉપયોગ કરવાથી ત્વચા સંબંધિત સમસ્યાથી છુટકારો મળી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આ આદતોના કારણે નાની ઉંમરમાં ચહેરા પર પડી જાય છે કરચલીઓ, 30 ની ઉંમરે પણ દેખાશો વૃદ્ધ


ટમેટામાં ઘણા પ્રકારના વિટામીન અને એન્ટિઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. તે ત્વચા પરના ડાઘ ધબ્બાને દૂર કરે છે. તેનાથી ત્વચા પર ગ્લો પણ આવે છે. જો તમારી ત્વચા પર તડકા કે અન્ય કોઈ પણ કારણોસર ટેનિંગ થઈ ગયું છે તો ટમેટા લગાડવાનું રાખો. ટમેટા વિટામિન સી અને ફોલિક એસિડથી ભરપૂર હોય છે જે ત્વચાના  ટેનિંગને હટાવવાનું કામ કરે છે સાથે જ તે કરચલીઓને પણ વધતી અટકાવે છે.


જો તમારે વધારે સમય સુધી તડકામાં રહેવાનું હોય અને તડકાના કારણે ચહેરો કાળો થવા લાગ્યો હોય તો ટમેટાના રસમાં લીંબુ ઉમેરીને રૂની મદદથી ચહેરા પર લગાડો. તેનાથી સ્કીનની ડાર્કનેસ અને આંખ નીચેના કાળા કુંડાળા પણ દૂર થઈ શકે છે.


આ પણ વાંચો: Weight Loss: આ સફેદ દાણાની મદદથી ઝડપથી ઘટાડી શકો છો વજન, જાણો કેવી રીતે કરવો ઉપયોગ


જો તમને સ્કિન એલર્જી સંબંધિત સમસ્યા હોય તો મુલતાની માટીમાં ટમેટાનો રસ અને ચંદન પાવડર મિક્સ કરી ચહેરા પર લગાડો. આ ફેસપેક નો ઉપયોગ કરવાથી સ્કીન ડાર્કનેસ દૂર થાય છે. 


આ સિવાય તમે ટમેટા અને દહીંની મદદથી પણ ફેસપેક બનાવી શકો છો. તેના માટે અડધા ટામેટાની પેસ્ટ બનાવી તેમાં એક ચમચી દહીં અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો. આ પેસ્ટને 15 મિનિટ સુધી ગળા અને ચહેરા પર લગાડો અને પછી તેને ઠંડા પાણીથી સાફ કરો. 


ટમેટાથી બનેલા આ ફેસપેકનો ઉપયોગ અઠવાડિયામાં ત્રણથી ચાર વખત કરશો એટલે ત્વચાની  ટેનિંગથી છુટકારો મળી જશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)