નવી દિલ્હીઃ જો તમે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો એકવાર બિઠૂર ફરવા માટે જવું જોઈએ. બિઠૂર એ ઉત્તર પ્રદેશમાં કાનપુરથી 28 કિલોમીટર દૂર એક નાનકડી જગ્યા છે. જ્યાં વાલ્મીકિનું આશ્રમ છે. જ્યાં બેસીને તેઓએ રામાયણની રચના કરી હતી. પૌરાણિક માન્યતા અનુસાર આ જ આશ્રમમાં સીતાએ લન અને કુશને જન્મ આપ્યો હતો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગંગા નદીના કિનારે વસેલા બિઠૂરનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ છે. સમ્રાટ ઉત્તાનપાદના શાસનકાળમાં આ નાના શહેર તરીકે વિકસિત થયું હતું. તેમના પુત્ર રાજકુમાર ધ્રુવ ભગવાન બ્રહ્માના બહુ મોટા ભક્ત હતા. કહેવાય છે કે, ધ્રુવે ભગવાન બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે એક પગ પર ઉભા રહીને તપસ્યા કરી હતી.


તેમની નિષ્ઠા અને ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન બ્રહ્મા તેમની સામે પ્રગટ થયા અને તેમને અમરતાનું વરદાન આપ્યું. તે બાદ ધ્રુવ આકાશમાં એક ચમકતો તારો બની ગયા. ધ્રુવ તારાનું નામ તેમના જ નામ પર રાખવામાં આવ્યું. ધ્રુવ ટેકરો તપસ્યાના પ્રમાણ રૂપે હજુ પણ બિઠૂરમાં સ્થિત છે. 


બિઠૂરમાં વાલ્મીકિનું આશ્રમ છે. માન્યતા મુજબ ઋષિ વાલ્મીકિએ આ આશ્રમમાં જ રામાયણની રચના કરી હતી. રાણી લક્ષ્મીબાઈનું બાળપણ ત્યાં વીત્યું હતું. નાનારાવ પેશવાએ 1857માં સ્વંત્રતા સંગ્રામ બિઠૂરથી શરૂ કર્યું હતું. અહીં પર્યટકો ધ્રુવ ટેકરા, બ્રહ્માવર્ત ઘાટ, બ્રહ્મા ખૂંટી, બ્રહ્મેશ્વર શિવ મંદિર, પત્થર ઘાટ, રાણી લક્ષ્મીબાઈ ઘાટ, વાલ્મીકિ આશ્રમ, લવકુશ સ્થલી, સીતા રસોઈ, સીતા કુંડ, શ્રી સંકટ મોચન મંદંર, નાના રાવ પેશવા સ્મારક, ઈસ્કોન મંદિર અને સાંઈ દરબાર બિઠૂરના દર્શન કરવા માટે આવે છે. મુસાફરો બસ, ટ્રેન અને વિમાનથી ત્યાં સરળતાથી પહોંચી શકે છે. જ્યાં નાના સાહેબ સ્મારક જોઈ શકો છો. જેમાં નાના સાહેબ, રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે અને અન્ય સેનાનીઓની પ્રતિમાઓ છે.