હિન્દુ માન્યા મુજબ કિન્નરોના આશીર્વાદમાં ખુબ શક્તિ હોય છે અને તે બહુ ઝડપથી વ્યક્તિના જીવનમાં ધરમૂળ ફેરફાર લાવવામાં સમર્થ હોય છે. એવી માન્યતા છે કે કન્નર જો કોઈ વ્યક્તિને ખુશ થઈને આશીર્વાદ આપે તો તેના જીવન સંલગ્ન તમામ સમસ્યાઓ આંખના પલકારામાં દૂર થાય છે અને તેનું ભાગ્ય સોનાની જેમ ચમકવા લાગે છે. આ જ કારણ છે કે લગ્ન પ્રસંગ જેવા માંગલિક કાર્યોમાં ઘરે આવતા અને રસ્તે મળતા કિન્નરના આશીર્વાદ લેવા માટે દરેક કોશિશ કરતા હોય છે. કિન્નરોને કઈ ચીજો આપવાથી તમારું ભાગ્ય ચમકશે અને કઈ ચીજો આપવાથી વિનાશ નોતરાશે તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિન્નરોને આ વસ્તુઓનું કરો દાન

- હિન્દુ માન્યતા મુજબ જીવનમાં સુખ અને સૌભાગ્ય મેળવવા માટે કિન્નરોના આશીર્વાદ ખુબ મહત્વ ધરાવે છે. આવામાં તેમને પ્રસન્ન રાખવા માટે બુધવારના દિવસે તેમને શ્રૃંગારની વસ્તુઓ દાન કરવી જોઈએ. શ્રૃંગારની વસ્તુઓના દાનનું મહત્વ ત્યારે વધી જાય છે જ્યારે તમે તેમાં લીલા રંગનું વિશેષ  ધ્યાન રાખો છો. એવી માન્યતા છે કે લીલા રંગથી બનેલા સૌંદર્ય પ્રસાધનો કિન્નરોને દાન કરવાથી કરિયર-વેપારમાં ઝડપથી પ્રગતિ થાય છે. 


-ટ્રેનમાં કે રસ્તામાં મળતા કિન્નરો મોટાભાગે તમને પૈસા માંગતા જોવા મળશે. તેમના આશીર્વાદ માટે તમે તેમને ફક્ત પૈસા આપો એટલું જ નહીં પરંતુ પ્રસાદ તરીકે તેમની પાસેથી એક સિક્કો પરત પણ માંગો. એવી માન્યતા છે કે કિન્નરો પાસેથી મળેલો સિક્કો જીવનમાં ગુડલકની જેમ કામ કરે છે અને તેને ધનના સ્થાન પર રાખવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. 


- જો તમારા બાળકને વારંવાર કોઈની નજર લાગતી હોય તો તમારે કોઈ કિન્નરને મળીને બાળકના માથે તેમનો હાથ મૂકાવી આશીર્વાદ લેવા જોઈએ. એવી માન્યતા છે કે આમ કરવાથી બાળકની તમામ બલાઓ અને નજરદોષ ચપટીમાં દૂર થાય છે. 


- જ્યોતિષ મુજબ કિન્નરોને ચોખાનું દાન કરવાથી ધરમાં અન્નનો ભંડાર ભરપૂર રહે છે. આવામાં ધન ધાન્ય મેળવવા માટે આ ઉપાયને બુધવારે જરૂર અજમાવો જોઈએ. 


કિન્નરોને ક્યારેય ન કરવું આ વસ્તુઓનું દાન


- હિન્દુ માન્યતા મુજબ કિન્નરોના આશીર્વાદ મેળવવા માટે કપડાંનું દાન કરવું ખુબ શુભ મનાય છે. પરંતુ ધ્યાનમાં રહે કે ક્યારેય તેમને કોઈ જૂના કપડાં, ફાટેલા તૂટેલા કપડાનું દાન કરવું જોઈએ નહીં. નહીં તો ફાયદાની જગ્યાએ નુકસાન ઝેલવું પડી શકે છે. 


- જ્યોતિષ મુજબ કિન્નરોને ભૂલેચૂકે તેલનું દાન ન કરવું જોઈએ. એવી માન્યતા છે કે કિન્નરોને તેલનું દાન કરવાથી જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેલનું દાન કરવાથી લાગતો દોષ વ્યક્તને ધન-ધાન્યની હાનિ કરાવે છે. 


- જ્યોતિષ મુજબ કિન્નરોને ક્યારેય કાચ, એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિકથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ નહીં. આવી ચીજોનું દાન તમારા જીવનમાં પ્રગતિ લાવવાની જગ્યાએ બાધા ઊભી કરે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube