માઉન્ટ આબુ છોડો...ગુજરાત નજીક આવેલા આ સ્થળે મળશે એક સાથે કાશ્મીર-દાર્જિલિંગ જેવી મજા!
અહીં અમે આવા જ એક અન્ય હિલ સ્ટેશનની વાત કરીશું જેના વિશે કદાચ ગુજરાતીઓને ઓછી જાણ હશે. અહીં તમને ભરપૂર કુદરતી સૌંદર્ય માણવા મળશે. અહીં ભારતીયો જ નહીં પરંતુ વિદેશી પર્યટકો પણ ખુબ આવે છે. ઉનાળો શરૂ થતાંની સાથે ગુજરાતીઓ ફરવા માટે નીકળી જાય છે. આ તમારી મનપસંદની જગ્યા બની શકે છે.
માઉન્ટ આબુ આમ તો રાજસ્થાનમાં આવેલું એક રમણિય હિલ સ્ટેશન છે જે ગુજરાતીઓને અત્યંત પ્રિય છે. પરંતુ અહીં અમે આ માઉન્ટ આબુની વાત નથી કરવાના. અહીં અમે આવા જ એક અન્ય હિલ સ્ટેશનની વાત કરીશું જેના વિશે કદાચ ગુજરાતીઓને ઓછી જાણ હશે. અહીં તમને ભરપૂર કુદરતી સૌંદર્ય માણવા મળશે. અહીં ભારતીયો જ નહીં પરંતુ વિદેશી પર્યટકો પણ ખુબ આવે છે. ઉનાળો શરૂ થતાંની સાથે ગુજરાતીઓ ફરવા માટે નીકળી જાય છે. આ તમારી મનપસંદની જગ્યા બની શકે છે.
જો તમને દાર્જિલિંગ ખુબ દૂર હોવાના કારણે ન જવાનો અફસોસ રહેતો હોય તો આ હિલ સ્ટેશનની અચૂક મુલાકાત લેજો. તમારું મન ખુશ થઈ જશે. એવું કહેવાય છે કે આ જગ્યા દાર્જિલિંગની કોપી છે. તો જાણો રાજસ્થાનની એવી તે કઈ જગ્યા છે જે તમને બંગાળના દાર્જિંલિંગની અનુભૂતિ કરાવી શકે છે. રાજસ્થાન ભારતના મોટા રાજ્યોમાંથી એક છે. તે સુંદરતામાં અન્ય રાજ્યોથી જરાય કમ નથી. ગુજરાતની પણ બાજુમાં જ છે.
ફરવા માટેની કેટલીક ટિપ્સ
- ગોરમ ઘાટ એક હિલ સ્ટેશન છે પરંતુ અહીં રોકાવવાની જગ્યા નથી. આથી તમે જોધપુર કે મારવાડ જંકશનમાં કોઈ હોટલ કે આશ્રમ બુક કરી શકો છો.
- અહીં ખાવા પીવા માટે કોઈ કેફે કે રેસ્ટોરન્ટ પણ નથી. આથી તમે તમારી સાથે ખાણીપીણીનો સામાન જરૂર લઈ જજો.
- અહીં તમે ઓગસ્ટથી ઓક્ટોબર સુધી વાતાવરણ ખુબ જ સોહામણું હોય છે.
[[{"fid":"568396","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
આ છે તે હિલ સ્ટેશન
રાજસ્થાનમાં એક ગોરમ ઘાટ નામની જગ્યા છે. જેને રાજસ્થાનનું દાર્જિલિંગ અને કાશ્મીર એમ બંને કહેવામાં આવે છે. જયપુરથી તે 278 કિમી દૂર છે. તમે વ્હીકલથી 5 કલાક 40 મિનિટમાં ત્યાં પહોંચી શકો છો. જાણો આ ગોરમ ઘાટ વિશે....
ક્યાં છે આ ગોરમ ઘાટ
ગોરમ ઘાટ ઉદયપુરથી 130 કિમી દૂર છે. મારવાડ અને મેવાડની સરહદ પર આવેલા આ ગોરમ ઘાટ પર બનેલો રેલવે ટ્રેક પર્યટકોમાં ખુબ લોકપ્રિય છે. ગોરમ ઘાટથી થોડા અંતરે ખામલી ઘાટ, જ્યાં મોટાભાગે પર્યટકો ફરવા માટે આવે છે.
[[{"fid":"568398","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
ટોય ટ્રેનની મજા
અહીં તમે દાર્જિલિંગની જેમ ટોય ટ્રેનની મજા પણ માણી શકો છો. કેટલાક પર્યટકો ગોરમ ઘાટની આ ટોય ટ્રેનની મજા લેવા માટે આવતા હોય છે. એવું પણ કહેવાય છે કે ગોરમ ઘાટની સુંદરતાને માણવા માટે પર્યટકો ટ્રેકિંગ માટે પણ નીકળી પડતા હોય છે.
કેવી રીતે જવાય ગોરમ ઘાટ
ગોરમ ઘાટ પહોંચવા માટે અહીંના ત્રણ રેલવે સ્ટેશન પર પહોંચી શકાય છે. મારવાડ જંકશન, માવલી જંકશન અને ફુલાદ જંકશન. અહીંથી તમે સીધા ગોરમ ઘાટ પહોંચી શકો છો. અત્રે જણાવવાનું કે મારવાડ જંકશન ગોરમ ઘાટથી સૌથી વધુ નજીક છે. આથી કોશિશ કરવી કે તમે મારવાડ જંકશન સુધીની જ ટ્રેન લો. જો તમે જયપુર, ઉદયપુર કે જોધપુર જતા હોવ તો ત્યાંથી તમને બસની સુવિધા મળી જશે.
[[{"fid":"568399","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
અદભૂત સુંદરતા
અરાવલી પર્વતની વાદીઓમાં વસેલું આ ગોરમ ઘાટ દેશભરના પર્યટકો માટે કોઈ સ્વર્ગથી કમ નથી. ગરમીઓમાં આ જગ્યા ખુબ શુકુન આપે છે. જ્યારે ટ્રેન અહીં પાટા પરથી પસાર થાય છે ત્યારે આજુબાજુનો નજારો દિલ ખુશ કરી નાખે છે. અત્રે જણાવવાનું કે ટ્રેકની સાઈડમાં લોકોના ચાલવા માટે એક પગપાળા પુલ બનાવવામાં આવ્યો છે. અનેક લોકો આ બ્રિજ પર ઊભા રહીને ફોટોગ્રાફીનો આનંદ પણ લે છે.