દરેક જણ જીવનમાં એકવાર તો ચોક્કસપણે એકલા કે પછી પત્ની કે ગર્લફ્રેન્ડ સાથે થાઈલેન્ડ ફરવા જવાનું જરૂર ઈચ્છે છે. પરંતુ એવા અનેક પુરુષો તમને જોવા મળશે જેમનું સપનું ફક્ત અને ફક્ત મિત્રો સાથે ફરવાનું હોય છે. જો તમે પણ આ કેટેગરીમાં આવતા હોવ તો આ લેખ તમારા માટે છે. થાઈલેન્ડે હાલમાં જ ભારતીય પર્યટકો માટે ફ્રી વિઝાની શરૂઆત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફ્રી વિઝા
આ ફ્રી વિઝા તમને 10 મે 2024 સુધી મલશે. આ દરમિયાન તમે ઈચ્છો ત્યારે થાઈલેન્ડ આરામથી ફરવા માટે જઈ શકો છો. હવે વાત કરીએ ખાસ કરીને પુરુષોની તો તમને જણાવી દઈએ કે અહીં પુરુષો માટે જોવા જેવું એટલું  બધુ છે કે કદાચ એક દિવસ તો ઓછો પડે. પરંતુ જો તમે તમારા મિત્રો સાથે થાઈલેન્ડ જતા હોવ તો આ 5 જગ્યા તમે એક્સપ્લોર કરી શકો છો. 


જો જો બાર શો
આ બાર તમને બહારથી થોડો વિચિત્ર લાગશે પરંતુ અંદર જઈને તમને એટલી જ મજા આવશે. રેસ્ટોરન્ટની બહાર તમને એક વિચિત્ર માણસ જોવા મળશે જે એન્ટ્રી માટે લોકોના નામ લખે છે. જો તમે બેચલર પાર્ટી માટે થાઈલેન્ડ જઈ રહ્યા હોવ તો આ ક્લબને પણ ઓપ્શનમાં લઈ શકો છો. 



બેંગકોક/પટાયા
આ એવા લોકો માટે એક સારું ઓપ્શન છે જે બીજીવાર થાઈલેન્ડ જઈ રહ્યા છે. શોપિંગ માટે અને અનેક બીજી ચીજો તમે અહીં કરી શકો છો. જો તમે વધુ આમ તેમ ફરવા માટે રસ ન દાખવતા હોવ તો આ વિકલ્પ પસંદ કરી શકો છો. આ ઉપરાંત એવા લોકો માટે બેસ્ટ લોકેશન છે જેમની પાસે ફરવા માટે વધુ દિવસ નથી અને તેમના માટે જે બસ બેચલર પાર્ટી કરવાના ઈરાદે અહીં આવી રહ્યા છે. 


ફુકેટ/ ફી-ફી/ ક્રાબી
અહીંની સ્થાનિક સરકારનો ટુરિઝમ પ્લાન  હંમેશા એન્ટરટેઈન્મેન્ટથી  લઈને ફેમિલી ડેસ્ટિનેશન બનાવવાનો રહ્યો છે. પરંતુ આમ છતાં આ એ જગ્યા નથી જ્યાં તમે તમારા પરિવાર સાથે આવી શકો છો. આ એક એવી પ્લેસ છે જ્યાં તમે મિત્રો સાથે રોકટોક વગર મોજમસ્તી કરી શકો છો. અત્રે જણાવવાનું કે આ દેશની જો પૂરેપૂરી મજા માણવી હોય તો એકવાર તમારે ફુકેટ/ ફી-ફી/ ક્રાબી પણ જવું જોઈએ. જો તમે બેચલર પાર્ટી એન્જોય કરવા માંગતા હોવ તો અહીંના એકથી એક ચડિયાતા બીચ પર તમે જઈ શકો છો. 



આ આઈલેન્ડ ફરો
જો તમે થાઈલેન્ડ ફરવા માંગતા હોવ તો રેલે બીચ, ચિકન આઈલેન્ડ, ટપ આઈલેન્ડ, જેવી જગ્યાઓ ઉપર પણ જઈ શકો છો. આ આઈલેન્ડ ક્રાબીમાં પડે છે, જ્યાં અંગ્રેજો સૌથી વધુ જોવા મળે છે. આ બીચો પર તમે અનેક એક્ટિવિટી પણ કરી શકો છો. પરંતુ અહીં તમારે એક વાતનું એ ધ્યાન રાખવું પડશે કે અહીં ચોર બહુ મળશે. તો આ લોકોથી તમારે બચીને રહેવું પડશે. 



ટુક ટુકની મજા લો
મિત્રો સાથે થાઈલેન્ડ જાઓ અને અહીં ટુક ટુકની મજા ન લો એ કેવી રીતે બની શકે. થ્રી વ્હીલરમાં બેસીને તમે અનેક ચીજો આખા બેંગકોકમાં સારી રીતે માણી શકો છો. સારી વાત એ છે કે આ ટુક ટુક વધુ મોંઘા પણ પડતા નથી. તેના ડ્રાઈવર સાથે તમે બાર્ગનિંગ પણ કરી શકો છો. એટલું જ નહીં ઓટોથી નીકળીને તમે સારા પોઝ સાથે ફોટા પણ પડાવી શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube