ભારતીયો અને તેમા પણ ખાસ કરીને ગુજરાતીઓ તો ફરવાના ખુબ શોખીન હોય છે. શું તમારું પણ એવું સપનું છે ખરું કે તમે ફ્લાઈટની જગ્યાએ બાય રોડ ડ્રાઈવ કરીને કોઈ બીજા દેશમાં જાઓ. અમે નેપાળ કે આજુબાજુના દેશોની વાત નથી કરતા પરંતુ થાઈલેન્ડની વાત કરીએ છીએ. થાઈલેન્ડ ભારતીયોનું મનગમતું ફરવાનું સ્થળ છે. અહીં ફરવા માટે મોજમસ્તી માટે ઘણું બધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થાઈલેન્ડ જવા માટે આમ તો ફ્લાઈટ ઉપલબ્ધ છે. પરંતુ બાય રોડ ટ્રિપ કરીને પહોંચવાની એક અલગ જ મજા હોય છે. ભારતથી થાઈલેન્ડ પહોંચવું હોય તો તે માટે તમારે કુલ ત્રણ દેશમાંથી પસાર થવું પડે. તમે તમારી મુસાફરી મોરેહ, મણિપુરથી શરૂ કરી શકો. થાઈલેન્ડ પહોંચવા માટે મોરેહથી મ્યાંમારના માંડલે અને નેપીડોના માધ્યમથી થાઈલેન્ડમાં માઈસોટ સુધી 1360 કિમીનો પ્રવાીસ ખેડવો પડે. આ રીતે એક ઈન્ટરનેશનલ ટ્રિપનો અલગ જ અનુભવ કરવા મળે. આ રોડ  ટ્રિપની શરૂઆત કેવી રીતે કરવી એ પણ જાણો. 


કેટલો સમય થાય અને ખર્ચાની માહિતી
થાઈલેન્ડની આ રોડ ટ્રિપમાં લાગનારો સમય એ વાત પર નિર્ભર કરે છે કે તમે કઈ સ્પીડ અને કેટલા સ્ટોપ પર બ્રેક લઈને જાઓ છો. જો પ્લાનિંગ પ્રમાણે ચાલો તો 12થી 15 દિવસનો સમય લાગે. ડોક્યુમેન્ટેશન અને પરમિટ ચાર્જ છોડીને આ ટ્રિપ પર આવનારો અંદાજિત ખર્ચ 4.5 થી 5 લાખ વચ્ચે થઈ શકે છે. 


ટ્રિપ કરવા માટે યોગ્ય સમય
આ બાય રોડ મુસાફરી કરીને થાઈલેન્ડ જવું હોય તો નવેમ્બરથી ફેબ્રુઆરીની સમય આમ તો યોગ્ય છે. કારણ કે આ દરમિયાન રસ્તામાં આવતા ત્રણેય દેશોનું હવામાન સારું રહેશે. હળવા ઠંડા મૌસમમાં તમારા માટે ડ્રાઈવિંગ કરવું પણ સરળ રહેશે. 


જરૂરી ડોક્યુમેન્ટ અને પરમીટ
ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ પરમીટ: સરહદપાર મુસાફરી કરવા માટે ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ પરમિટ જરૂરી છે. જેને ઈન્ડિયન ડ્રાઈવિંગ લાઈસન્સ સાથે ફી આપીને મેળવી શકાય છે. 


કારનેટ ફી: મ્યાંમારથી બહાર નીકળવા માટે અને ફરીથી પ્રવેશ કરવા માટે તે જરૂરી હોય છે. જેની કિંમત તમારી ગાડીની સુરક્ષા તરીકે હોય છે. કારનેટ પાસ એક વર્ષ માટે વેલિડ હોય છે. 


જરૂરી ચીજો સાથે રાખવી
ટ્રાવેલ ડોક્યુમેન્ટ: આ ટ્રિપને પ્લાન કરતા પહેલા એ નક્કી કરી લો કે ટ્રિપનું સ્ટાર્ટિંગ ડેટથી તમારા પાસપોર્ટની વેલિડિટી ઓછામાં ઓછી 6 મહિનાની હોય. પાસપોર્ટની એક પ્રિન્ટ કોપી પણ સાથે રાખો. ટ્રાવેલ ઈન્શયુરન્સને જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે જરૂર રાખો. આ ઉપરાંત રહેવા માટે પણ પ્રી બુકિંગ કરો અને વેરિફિકેશન ડોક્યુમેન્ટ સાથે રાખો. 


ગાડીના ડોક્યુમેન્ટ: તમારું ભારતીય ડ્રાઈવિંગ લાઈસન્સ સંભાળીને રાખો. તમારી પાસે ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ પરમીટ હોવી જોઈએ. જે સરહદપાર મુસાફરી માટે જરૂરી છે. એ રીતે તમારી ગાડીના લાઈસન્સ અને ડોક્યુમેન્ટ સાથે રાખજો. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો


https://chat.whatsapp.com/HTqpPcp1wdi4exMGDxoX6Q


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube