મુંબઈ:  હિમાચલ પ્રદેશની સુંદર ઘાટીઓ દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે. જો તમે એપ્રિલ કે મે મહિનામાં હિમાચલ પ્રદેશ જવાનું વિચારી રહ્યા છો તો IRCTC તમારા માટે શાનદાર પેકેજ લઈને આવ્યું છે. આ ટૂર પેકેજનું નામ Best Of Himachal છે. આ પેકેજ અંતર્ગત તમને ચંડીગઢ, શિમલા અને મનાલીના પ્રવાસન સ્થળો પર ફરવાની તક મળશે. IRCTCએ પોતાના ઓફિશીયલ ટ્વિટર હેન્ડલથી આ અંગે જાણકારી આપી છે. આ પેકેજની શરૂઆત મહારાષ્ટ્રના રાજધાની મુંબઈથી થશે. આ પેકેજ 6 રાત અને 7 દિવસનું છે. જેના માટે પ્રતિ વ્યક્તિ 44,000 રૂપિયા ભાડું છે. જેમાં ફ્લાઈટ ટિકીટ, કેબ સેવા, હોટલ, ભોજન, ટ્રાવેલ ઈન્શ્યોરન્સ વગેરે લગભગ બધી જરૂરી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ પેકેજ 22 એપ્રિલ, 6 મે અને 20 મેથી શરૂ થશે. પ્રવાસીઓ પોતાની સુવિધા અનુસાર આ તારીખમાંથી કોઈપણ તારીખ પસંદ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


પેકેજની પૂરી વિગત:
પેકેજનું નામ: Best Of Himachal
કયા સ્થળોનો સમાવેશ: ચંડીગઢ, શિમલા અને મનાલી
પ્રવાસનો સમય: 7 દિવસ, 6 રાત્રિ
ભોજન : બ્રેકફાસ્ટ અને ડિનર
ટ્રાવેલ મોડ: ફ્લાઈટ
ક્લાસ: કમ્ફર્ટ
જવાની તારીખ: 22 એપ્રિલ, 6 મે અને 20 મે


કેટલું ભાડું થશે:
ટૂર પેકેજ માટે ટેરિફ અલગ-અલગ હશે. આ પેસેન્જર દ્વારા પસંદ કરવામાં આવેલી કેટેગરી પ્રમાણે થશે. 
એપ્રિલ મહિનામાં પેકેજ માટે તમારે એકલા જવું હોય તો તમારે 60,000 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. જો તમે કપલમાં જવા માગો છો તો તમારે 46,000 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. જ્યારે ત્રણ લોકો માટે પ્રતિ વ્યક્તિ 40,000 રૂપિયાનો ખર્ચ થશે. જ્યારે બાળકો માટે અલગથી ભાડું થશે. જો તમે આ પેકેજ અંતર્ગત બુકિંગ કરાવવા માગો છો તો તમે IRCTCની સત્તાવાર વેબસાઈટ પર જઈને બુકિંગ કરાવી શકો છો.