Valentine Special: વેલેન્ટાઈન ડે પર તમારા પાર્ટનરને ભીંજવી દો ‘ઈશ્કની ચાસણી’માં, ખાસ કરો ટ્રાય
ફેબ્રુઆરી મહિનો એટલે પ્રેમન મહિનો. Valentine`s dayમાં લોકો બહાર ફરવા જવાનું, Movie જોવાનું કે લોન્ગ ડ્રાઈવ પર જવાનું પસંદ કરે છે. પરંતુ વૈશ્વિક મહામારીનો ખતરો હજુ ટળ્યો નથી. એવામાં જો તમે અત્યાર સુધી કોઈ વેલેન્ટાઈન સ્પેશિયલ પ્લાન નથી બનાવ્યો તો તમે ઘરે રહીને રોમેન્ટિક અંદાજમાં પોતાના પાર્ટનર સાથે વેલેન્ટાઈનને ખાસ બનાવી શકો છો.
ઝી બ્યૂરો, અમદાવાદઃ આપણે વેલેન્ટાઈન ડે પર ક્યાંક બહાર જવાના બદલે ઘરે રહીને જ પાર્ટનર સાથે વેલેન્ટાઈન ડે મનાવી શકીએ છે. આજે આપના માટે કેટલીક એવી ડિશ લાવ્યા છે જેને તમે વેલેન્ટાઈન ડે પર ઘરે બનાવીને આ દિવસને વધુ ખાસ બનાવી શકો છો. Couple Making Foodનો કોન્સેપ્ટ તમારા વેલેન્ટાઈનને જીવનની સૌથી યાદગાર પળ બનાવી દેશે.
આ વેલેન્ટાઈન ડે પર કંઈક અલગ કરો
કહેવાય છે કે, પ્રેમ દરેક સ્થિતિમાં એકસરખો હોવો જોઈએ. કોરોના મહામારીની વચ્ચે પણ વેલેન્ટાઈનને ખાસ બનાવવા માટે અમે તમારા માટે લાવ્યા છે કેટલીક ખાસ ડિશ. આ ટેસ્ટી અને મજેદાર ડિશ બનાવીને તમે તમારા પાર્ટનર સાથે ઘરે વેલેન્ટાઈન સેલિબ્રેટ કરી શકો છો.
'Gandii Baat' ફેમ અભિનેત્રીની ધરપકડ, પોર્ન Video બનાવીને અપલોડ કરવાનો આરોપ
હાર્ટ શેપવાળી કેક
ફેબ્રુઆરી મહિનાનું નામ સાંભળતા જ હવામાં પ્રેમની સુગંધ અનુભવાવા લાગે છે. મન રોમેન્ટિક થવા લાગે છે. આ વખતે વેલેન્ટાઇન ડે પર તમારા જીવનસાથી માટે એક ખાસ હાર્ટ કેક રેસિપી જરૂરથી ટ્રાય કરો. આ કેકને થોડીવારમાં જ ઘરે બનાવી શકો છો. હાર્ટ કેક વેલેન્ટાઈન ડેને વધુ વિશેષ બનાવી શકે છે.
હાર્ટ-શેપ્ડ કુકીઝ
કોરોના કાળમાં વેલેન્ટાઈન ડે પર ડેટ પર કે ડિનર પર જવા કરતા તમારા જીવનસાથી સાથે ઘરે એક મજેદાર વાનગી બનાવવાનો ટ્રાય કરો. આ ડિશ તમને એકબીજાની નજીક લાવશે. કેટલાક કૂકીઝ ન તો ખૂબ ગળ્યાં હોય છે કે ન તો ખૂબ નમકીન. આવા કુકીઝનો ટેસ્ટ બેલેન્સ્ડ હોય છે. જે તમારા પાર્ટનરનું દીલ જીતી લેશે. એમાં પણ જો કુકીઝ હાર્ટ શેપમાં બનાવવામાં આવે તો તમારા પાર્ટનર ચોક્કસથી પ્રેમની ચાસણીમાં ભીંજાઈ જશે.
બદામ કુકીઝ
બદામ કુકિઝ દેખાવમાં સિમ્પલ પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. સૌથી ખાસ વાત તો એ છે કે, તમે બદામ કુકિઝને ઝટપટ બનાવી શકો છો. આ વેલેન્ટાઈન ડે પર તમે પાર્ટનર સાથે કંઈક સ્પેશિયલ બનાવીને તેને યાદગાર બનાવી શકો છો. એવામાં બદામનાં કુકીઝ ચોક્કસથી ટ્રાય કરો. તમારી થોડી મહેનત તમારા પાર્ટનરના ચહેરા પર સ્માઈલ લાવી દેશે.
Bollywood ના આ Fashion Trends છે Marriage Season માટે Perfect
સ્વીટ ચિલી બદામ રેસિપી
સ્વીટ ચિલી બદામ રેસિપી એક સ્પાઈસી અને ખૂબ સ્વાદિષ્ટ રેસિપી છે. જે તમારા પાર્ટનરનો મૂડ બનાવી દેશે. આ વેલેન્ટાઈન ડે પર તમે સ્વીટ ચિલી બદામ જરૂરથી ટ્રાય કરજો. વેલેન્ટાઈનની પૂર્વ સંધ્યાએ ક્યાંય બહાર ડિનર ડેટ કર્યા વગર આ રેસિપીને ઘરે પાર્ટનર સાથે બનાવીને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો.
સ્ટ્રોબેરી કપકેક
સ્ટ્રોબેરી કપકેકનું નામ સાંભળીને જ મોંઢામાં પાણી આવી જાય છે. આ એક ટેસ્ટી કોન્ટિનેન્ટલ રેસિપી છે. વેલેન્ટાઈન્સ ડેના ખાસ દિવસે તમારા પાર્ટનર સાથે ઘરે બનાવી શકો છો. આ દિવસે તમારા પાર્ટનરને સ્પેશિયલ ફિલ કરાવી શકો છો. સ્ટ્રોબેરી કપ જેવી ટેસ્ટી અને ડિલિશિયસ રેસીપી બનાવવા માટે જરૂરી સામાન પણ સરળતાથી બજારમાં મળી જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube