Eye Burning: આંખમાં બળતરા થવાના ઘણા બધા કારણ હોય છે. પરંતુ ઉનાળાના દિવસોમાં આ તકલીફ ખૂબ જ વધી જાય છે. આંખમાં બળતરા થવાની સાથે ઘણી વખત આંખ લાલ પણ થઈ જાય છે. ઉનાળામાં થતી આંખની બળતરા ને કેટલાક ઘરેલુ ઉપાય કરીને દૂર કરી શકાય છે. આ નુસખા અપનાવાના થોડા જ કલાકોમાં આંખની તકલીફ દૂર થઈ શકે છે. આંખમાં બળતરા થવાનું મુખ્ય કારણ ઇન્ફેક્શન હોઈ શકે છે. આ સિવાય ગરમીના કારણે પણ આંખમાં બળતરા થતી હોય છે તેવી સ્થિતિમાં આ ઘરેલું ઈલાજ કરી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


રૂપિયા કે દેખાવ નહીં... મહિલાઓ પુરૂષોમાં ઈચ્છે છે આ ખાસિયતો, આ ગુણ સૌથી વધુ જરૂરી


Stretch Marks: શરીર પર સફેદ સ્ટ્રેચ માર્કસ પડી ગયા છે? તો આ તેલનો ઉપયોગ ફાયદો કરશે


બીટ અને બદામના તેલનો આ રીતે કરશો ઉપયોગ તો થોડા જ દિવસોમાં દુર થઈ જશે ડાર્ક સર્કલ


1. આંખમાં આવતી ખંજવાળ અને બળતરા ને દૂર કરવા માટે કોલ્ડ કમ્પ્રેસ ટેકનીક અપનાવી શકાય છે. તેના માટે સૌથી પહેલા આંખની આસપાસ અને આંખની ઉપર બરફના પાણીને છાંટો. ત્યાર પછી એક સાફ કોટનનો નેપકીન લઈને તેમાં આઈસ બેગ અથવા તો આઈસ ક્યુબ મૂકીને આંખ બંધ કરીને ઠંડો શેક કરો. 


2. ગરમીના કારણે જો આંખમાં બળતરા થતી હોય અને ખંજવાળ આવતી હોય તો કાકડી નો ઉપાય પણ કરી શકાય છે. તેના માટે કાકડીના બે ટુકડા કરીને તેને આંખ ઉપર રાખો. કાકડી મુકતા પહેલા ઠંડા પાણીથી આંખને સાફ કરી લેવી ત્યાર પછી 10 મિનિટ સુધી કાકડીની સ્લાઈસ ને આંખ ઉપર રાખવી. 


3. ચામાં ટેનિન એસિડ હોય છે જે આંખની બળતરા શાંત કરવામાં મદદ કરી શકે છે. તેના માટે ગ્રીન અથવા તો બ્લેક નો ઉપયોગ કરી શકાય છે. પહેલા ટી બેગ ને ગરમ પાણીમાં ઉકાળીને ચા બનાવી લો. ત્યાર પછી જટિલ બેગ હોય તેને એકદમ ઠંડી કરીને બંધ આંખ ઉપર થોડી મિનિટ માટે મૂકો 


4. તમે ચમચીની મદદથી પણ આંખ ને ઠંડક આપી શકો છો. તેના માટે એક ગ્લાસમાં બરફનું પાણી લેવું અને મેટલની ચમચી તેમાં 10 min માટે રાખો. ચમચી એકદમ ઠંડી થઈ જાય પછી તેને લઈને આંખ ઉપર થોડી મિનિટ માટે રાખો જ્યાં સુધી ચમચી નોર્મલ ટેમ્પરેચર પર ન આવી જાય. ત્યાર પછી ફરીથી ચમચીને ઠંડા પાણીમાં મૂકો અને આંખને ઠંડો શેક કરો.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)