ટ્રાય કરો ચોખાના આ ફેસપેક, પાર્લર ગયા વિના ચમકી જશે તમારો ચહેરો
Rice Flour Face Pack: ઘરમાં ઉપલબ્ધ ચોખાનો લોટ ચહેરાની સુંદરતા વધારવા માટે બેસ્ટ વસ્તુ છે. તેનો ઉપયોગ કરવાથી બેસ્ટ રિઝલ્ટ જોવા મળે છે.
Rice Flour Face Pack: યુવતીઓ ત્વચાની સુંદરતા વધારવા માટે મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ પણ કરે છે. પરંતુ ત્વચાને સુંદર બનાવવા માટે તમે નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરશો તો પરિણામ ઝડપથી જોવા મળશે. ઘરમાં ઉપલબ્ધ કેટલીક વસ્તુઓનો ચહેરા ઉપર ઉપયોગ કરવાથી બેસ્ટ રીઝલ્ટ મળે છે. આવી જ એક વસ્તુ છે ચોખાનો લોટ. ચોખાનો લોટ ચહેરાનો નિખાર વધારવા માટે બેસ્ટ વસ્તુ છે. આજે તમને ચોખાના લોટથી બનતા બે ફેસપેક વિશે જણાવીએ. તેમાંથી કોઈ પણ એક નો ઉપયોગ અઠવાડિયામાં એક વખત કરવાથી તમારી ત્વચાની રંગત ખીલી જશે.
આ પણ વાંચો:
ડાયાબિટીસના દર્દી અજમાવે આ ઘરગથ્થુ નુસખા, જરા પણ નહીં વધે Sugar
આ 5 લિક્વિડ પેટમાં ગયાની સાથે જ વધારે છે Bad Cholesterol,જીવવું હોય તો તુરંત કરો બંધ
વારંવાર કલર કરવાથી બેજાન થયેલા વાળની રંગત વધારશે મેથીના પાન, આ રીતે કરો ઉપયોગ
પલાળેલા ચોખાનો ફેસપેક
ચહેરાનો ગ્લો વધારવા માટે ચોખાનો આ ફેસપેક બેસ્ટ છે. તેના માટે ચોખાને થોડીવાર પલાળી રાખો. જ્યારે ચોખા બરાબર પલળી જાય તો તેને પાણીથી અલગ કરીને મિક્સરમાં પીસી લો. ત્યાર પછી તેને એક બાઉલમાં કાઢો અને તેમાં એક ચમચી ચણાનો લોટ એક ચપટી હળદર અને થોડું મધ ઉમેરો. ત્યાર પછી તેને ચહેરા પર લગાડો. તેને 15 થી 20 મિનિટ સુધી સુકાવા દો અને પછી મસાજ કરીને ચહેરા પરથી હટાવો.
ચોખાના લોટનો ફેસપેક
બીજો ફેસપેક બનાવવા માટે એક વાસણમાં ચોખાનો લોટ લેવો. તેમાં થોડું ઘી અને ગુલાબજળ ઉમેરો. તેને બરાબર મિક્સ કરો. ત્યાર પછી તેને ચહેરા પર લગાડો અને 15 મિનિટ પછી મસાજ કરીને ચહેરો સાફ કરી લો.