Recipes: શ્રાવણ મહિનામાં લોકો ભોલેનાથની પૂજા કરવાની સાથે વ્રત પણ કરે છે. લોકો ફળાહારમાં બટેટા, સાબુદાણા, રાજગરામાંથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરે છે. જેમાં સૌથી વધુ ફરાળી ખીચડી, ખીર, વડા, સુકી ભાજી ખવાતી હોય છે. ત્યારે આજે તમને ફરાળમાં ખાઈ શકાય તેવા ટેસ્ટી પરોઠા બનાવવાની રીત જણાવીએ. આ રીતે તમે વ્રતમાં ખાવાના પરોઠા ઘરે બનાવી પરિવારને જમાડી શકો છો. આ પરોઠા સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. તેને ખાવાથી ઉપવાસ છતાં પણ શરીરમાં એનર્જી જળવાઈ રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરોઠા માટેની સામગ્રી


આ પણ વાંચો:


Neem Oil: ચોમાસામાં નહીં ખરે એક પણ વાળ, આ રીતે લીમડાનું તેલ કરશે વાળ પર જાદૂ


માત્ર ઉનાળામાં જ નહીં બારેમાસ પીવું જોઈએ માટલાનું પાણી, બોડી થાય છે ડીટોક્સ


વરસાદી વાતાવરણમાં કપડામાંથી નહીં આવે છે વાસ જો કપડા ધોતી વખતે રાખશો આ વાતનું ધ્યાન
 
1 કપ રાજગરાનો લોટ
2 બાફેલા બટેટા
ઝીણી સમારેલી કોથમીર
સ્વાદ અનુસાર નમક
કાળા મરી પાવડર
½ કપ સાબુદાણાનો લોટ


પરોઠા બનાવવાની રીત


વ્રત માટેના પરોઠા બનાવવા માટે સૌથી પહેલા બટેટાને બાફી અને મળસી લેવા. 
મેશ કરેલા બટેટાને એક બાઉલમાં લેવા અને તેમાં પછી તેમાં લોટ અને બીજા બધા મસાલા ઉમેરીને લોટ બાંધો.
લોટ બંધાય જાય પછી છેલ્લે તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી તેને 10 મિનિટ માટે રેસ્ટ આપો.
તૈયાર કરેલા લોટમાંથી પરોઠા વણી તેને ગરમ તવા પર મધ્યમ આંચ પર શેકી લો. 
ફરાળી પરોઠાને ઘી લગાડી શેકવા અને ગરમાગરમ સર્વ કરવા.