Tulsi Benefits: યુવક હોય કે યુવતી ખરતા વાળની સમસ્યા આજના સમયમાં દરેકને સતાવે છે. ખરાબ લાઈફસ્ટાઈલ અને વધતા પ્રદૂષણના કારણે વાળ સંબંધિત સમસ્યાઓ દિવસેને દિવસે વધતી જાય છે. વાળની સમસ્યાઓથી છુટકારો મેળવવો હોય તો આજે તમને એક અસરકારક ઉપાય જણાવીએ. તમે કોઈપણ જાતના ખર્ચ વિના ખરતા વાળની તકલીફથી મુક્તિ મેળવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખરતા વાળની તકલીફને દૂર કરવા માટે તુલસીના પાનનો ઉપયોગ કરવો ખૂબ જ અસરકારક સાબિત થાય છે. તુલસીના પાનનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો 15 દિવસની અંદર જ ખરતા વાળની સમસ્યા દૂર થઈ જાય છે. એ વાત તો સૌ કોઈ જાણે છે કે તુલસીના પાન એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણ ધરાવે છે. જો તુલસીના પાનનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તેનાથી વાળ ખરતા અટકે છે. 


આ પણ વાંચો:


Skin Care: ફેસ વોશને બદલે વાપરો આ નેચરલ વસ્તુઓ, 5 મિનિટમાં ગોરી ગોરી દેખાશે ત્વચા


મજબૂત અને કાળા વાળ માટે અઠવાડિયામાં એકવાર લગાવો આ પેસ્ટ, 15 દિવસમાં જ દેખાશે રિઝલ્ટ


ફાઉન્ડેશનમાં આ વસ્તુ ઉમેરી લગાવો ચહેરા પર, પાર્લરમાં મેકઅપ કરાવ્યો હોય તેવો મળશે લુક


તુલસી અને મધ


ખરતા વાળને અટકાવવા માટે તુલસી અને મધનો હેર પેક બનાવી શકાય છે. તેના માટે 15 થી 20 તુલસીના પાન લઈને તેને બરાબર પાણીથી સાફ કરી તેની પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટમાં થોડું પાણી ઉમેરી તેમાં એક ચમચી મધ ઉમેરો. આ મિશ્રણને વાળના મૂળમાં બરાબર રીતે લગાવી 20 મિનિટ સુધી રહેવા દો. ત્યાર પછી વાળને માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લો. આ હેર પેક નો ઉપયોગ કરવાથી વાળમાં કુદરતી ચમક વધે છે અને ખરતા વાળ પણ અટકે છે.


નાળિયેર અને તુલસી


નાળિયેરનું દૂધ અને તુલસી પણ વાળ માટે લાભકારી સાબિત થાય છે. તેના માટે નાળિયેરના ટુકડા કરી તેને પીસીને તેમાંથી દૂધ અલગ કરી લો. હવે નાળિયેરના દૂધમાં તુલસીના પાનની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરો. હવે આ મિશ્રણને વાળમાં લગાડી 30 મિનિટ સુધી રહેવા દો. ત્યાર પછી હુંફાળા પાણીથી વાળ ધોઈ લેવા. અઠવાડિયામાં એક વખત આ હેરપેક નો ઉપયોગ કરશો તો તમારા વાળ મૂળથી મજબૂત થઈ જશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)