Turmeric For White Hair: બદલાયેલી જીવનશૈલીમાં નાની વયના લોકોના માથાના વાળ સફેદ થવા લાગે છે. મોટાભાગના લોકો સફેદ વાળથી છુટકારો મેળવવા માટે હેર ડાઈ, હેર કલર કે પછી મહેંદીનો ઉપયોગ કરે છે. પરંતુ આ બધી જ વસ્તુમાં હાનિકારક કેમિકલ હોય છે. જે વાળને તુરંત રંગ તો કરે છે પરંતુ ધીરે ધીરે વાળ ડેમેજ પણ થવા લાગે છે. આ સમસ્યાથી બચવું હોય તો તમે હળદરનું એક ઘરેલુ નુસખો અજમાવી શકો છો. હળદરનો નુસખો અજમાવાથી ફાયદો એ થશે કે એક તો સફેદ વાળ કાળા થશે અને બીજું વાળને નુકસાન પણ નહીં થાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Honey Purity Test: મધ અસલી છે નકલી 5 મિનિટમાં જ જાણવું હોય તો ટ્રાય કરો આ સરળ ટ્રીક


હળદરથી વાળને થતા ફાયદા 


દરેક ઘરના રસોડામાં ઉપલબ્ધ હળદર સફેદ વાળને કાળા કરવામાં મદદ કરી શકે છે. હળદરમાં આયરન, કોપર અને અન્ય ઔષધીય ગુણ હોય છે જે વાળને ફાયદો કરે છે. ખાસ કરીને સફેદ વાળથી છુટકારો મેળવવો હોય તો હળદર ઉપયોગી છે. હળદરનો ઉપયોગ કરીને તમે સફેદ વાળને નેચરલી કાળા કરી શકો છો. હળદરનો વાળમાં ઉપયોગ કરવાથી વાળને નુકસાન પણ નહીં થાય. 


આ પણ વાંચો: Ginger Garlic Paste: આદુ-લસણની પેસ્ટ આ રીતે કરશો સ્ટોર તો 6 મહિના સુધી રહેશે ફ્રેશ


વાળમાં હળદરનો કેવી રીતે કરવો ઉપયોગ ?


સફેદ વાળને કાળા કરવા હોય તો એક વાટકીમાં એક ચમચી હળદર અને બે ચમચી આમળા પાવડર મિક્સ કરો. આ પાવડરને લોઢાની કઢાઈમાં ધીમા તાપે સારી રીતે શેકો. જ્યારે પાવડરનો રંગ કાળો થઈ જાય તો તેને એક વાસણમાં કાઢી ઠંડો થવા દો. હવે આ પાવડરમાં જરૂર અનુસાર એલોવેરા જેલ મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો. તૈયાર કરેલા મિશ્રણને વાળમાં સારી રીતે લગાવો અને 30 મિનિટ માટે છોડી દો. 30 મિનિટ પછી વાળને સાદા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં બે વખત આ માસ્કનો ઉપયોગ કરશો એટલે વાળ મૂળમાંથી નેચરલી કાળા થવા લાગશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)