ઊંઘતા પહેલા ઘરના ગેસ સિલિન્ડર પર મૂકો એક વાટકી, વિચાર નહિ કરો એવું પરિણામ મળશે
Viral video : એક ગૃહિણીએ એવી કિચન ટિપ્સ આપી કે, તમારા ઘરને તમે ગેસ લિકેજની દુર્ઘટનાથી બચાવી શકો છો. બહુ જ સરળ છે આ કિચન ટિપ્સ
Kitchen Jugaad Video : આજકાલ તમે ગેસ સિલિન્ડર બ્લાસ્ટની અનેક ઘટનાઓ વિશે વાંચતા હશો. પહેલાના સમયમાં લોકો રસોઈ માટે ચૂલાનો ઉપયોગ કરતા હતા. પરંતું આજકાલ દરેકના ઘરમાં ગેસ સિલિન્ડર હોય છે. હવે શહેરોથી લઈને ગામડાઓમાં ગેસ સિલિન્ડરનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. કારણ કે ગેસ સિલિન્ડર હોય તો કામ ઝડપથી થાય છે. ચુલાના સરખામણીમાં ગેસ સિલિન્ડર મહિલાઓનું રસોઈ કામ સરળ બનાવે છે. ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવો જેટલો સરળ છે, તેટલી કાળજી સાથે તેને સાચવવું પણ જરૂરી છે.
કારણ કે જો ગેસ લીકેજ થાય તો મોટી દુર્ઘટના થવાની સંભાવના રહે છે. તમારી ગેસ સિલિન્ડર પ્રત્યેની નિષ્કાળજી વિસ્ફોટનું કારણ પણ બની શકે છે. તેથી ગેસને ચાલુ બંધ કરતા પહેલા સાવચેતી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેથી કોઈ નુકસાન ન થાય. આજે અમે તમને એક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે સરળતાથી ચેક કરી શકો છો કે ગેસ સિલિન્ડર લીક થઈ રહ્યું છે કે નહીં.
બોટકાંડના રિયલ હીરો : મોતની પરવાહ કર્યા વગર તળાવમાં છલાંગ લગાવી માસુમોને બચાવ્યા
તમે પણ ગેસ લિકેજ શોધી શકો છો
તમે લીકેજ ગેસને ખૂબ જ સરળ રીતે શોધી શકો છો. આ માટે તમારે એક કામ કરવાનું છે. જ્યાં ગેસનો રેગ્યુલેટર છે ત્યાં સિલિન્ડર પર થોડું પાણી મૂકો. સિલિન્ડર પર સફેદ રંગનું કવર (રેગ્યુલેટર) દૂર કરો. તમે તેમાં એક છિદ્ર જોશો, તેમાં એક ચમચી પાણી નાંખો અને તેની ઉપર બાઉલ મૂકો. તેને બાઉલથી ઢાંક્યા પછી 2 થી 3 મિનિટ પછી, બાઉલને દૂર કરો અને જો ત્યાં પરપોટા હોય, તો સમજો કે તમારું સિલિન્ડર લીક થાય છે.
અઢી વર્ષથી પિતાને શોધતો હતો, મૃતકોના લિસ્ટમાં ફોટો જોઈ ચોધાર આસુંએ રડી પડ્યો દીકરો