Why Donkey Milk Is Very Expensive: યોગ ગુરુ રામદેવ બાબાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ગધેડીનું દૂધ કાઢીને પીતા નજરે પડી રહ્યા છે. બાબા રામદેવે ગધેડીનું દૂધ પીધા પછી કહ્યું કે ગધેડીનું દૂધ ઘણી બિમારીઓ માટે વરદાન છે, તેનું દૂધ ગાય-ભેંસના દૂઘથી પણ વધારે તાકાતવર છે. માર્કેટમાં પણ ગધેડીના દૂધની ભારે ડિમાન્ડ જોવા મળે છે. ફ્લિયોપેટ્રા જેવી ઐતિહાસિક હસ્તીઓએ તેનો ઉપયોગ સ્કિનની દેખરેખ માટે કર્યો. આધુનિક વૈજ્ઞાનિક શોધમાં પણ તેનાથી સ્વાસ્થ્ય લાભોનું પ્રમાણ મળ્યું છે. ચલો જાણીએ સાઈન્સની નજરે આખરે કેમ ગધેડીના દૂધના ભાવ આસમાને હોય છે, તેમ છતાં આ મિલ્કની આટલી ડિમાન્ડ રહે છે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. ગેધેડીનું દૂધ: પોષણનો ખજાનો
ઘણા પ્રાચીન ગ્રંથોમાં પણ ગધેડીના દૂધને સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવ્યું છે. આ દૂઘમાં વિટામીન અને ખનિજો ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમાં વિટામીન એ, બી1, બી2, ડી અને ઈ સિવાય કેલ્શિયલમ, મેગ્નિશિયમ અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. તે પોષણની દ્રષ્ટિએ ગાય ભેસ અને બકરી જેવા બીજા દૂધાળા પ્રાણીઓના દૂધથી સૌથી ઉત્તમ હોય છે.


2. હેલ્થ બેનિફિટ
ગધેડીનું દૂધ પેટ સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં ઉત્તમ સાબિત થયું છે. તેમાં એલર્જી પૈદા કરનાર તત્વ હોતા નથી. એવામાં તે લોકો માટે ઉપયોગી છે, જેમણે ગાય-ભેંસના દૂધથી એલર્જી થાય છે. તે શ્વાસ, આઈ પ્રોબ્લેમ્સ અને દાંતોની બિમારીઓની સારવારમાં પણ લાભદાયક છે.


3. પ્રાકૃતિક સુંદરતામાં ફાયદારૂપ
સૌંદર્ષ ઉત્પાદોમાં ગધેડીના દૂધનું મોટું સ્તર ઉમેરવામાં આવે છે, એટલે કે ઉપયોગમાં લેવાય છે. શરીર પર ચામડીની કરચલિયો રોકવા માટે આ દૂધ ખુબ જ ફાયદાકારક છે. તેના ઉપયોગથી વાળની ચમક વધે છે અને સ્કિનને નેચુરલ ગ્લો મળે છે. આ તમામ કારણોથી ગધેડીના દૂધની ભારે ડિમાન્ડ હોય છે.


4. કેમ છે આટલું મોંઘું?
એક ગધેડી એક દિવસમાં માત્ર 200-500 મિલીલીટર સુધીનું દૂધ આપે છે. ગધેડાઓની સંખ્યામાં ધટાડો અને તેની સીમિત ઉપલ્ધતા તેણે મોંઘું બનાવે છે. તેની હાઈ ડિમાન્ડ અને સીમિત આપૂર્તિના કારણે તેની કિંમત આસમાને હોય છે.


5. પ્રાચીન અને આધુનિક ઉપયોગ
ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રા ખૂબ જ સુંદર હતી. એવું કહેવાય છે કે ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રા ગધેડાના દૂધમાં સ્નાન કરીને તેની સુંદરતા અને ચમકતી ત્વચાને જાળવી રાખતી હતી. ક્લિયોપેટ્રાના સમયથી આજ સુધી ગધેડીના દૂધને ત્વચાની સંભાળ અને સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હાલમાં તેનો ઉપયોગ ચીઝ, દહીં અને અન્ય ઉત્પાદનોમાં પણ થઈ રહ્યો છે.


6. કેમ છે બીજા પશુઓના દૂધથી અલગ?
આ દૂધમાં ફેટની માત્રા ઓછી હોય છે, પરંતુ પૈૌષ્ટિકતા ખુબ જ વધારે હોય છે. આ હૃદયને સ્વસ્થ અને વજનને નિયંત્રિત રાખે છે. ગાય અને ભેંસના દૂધની અપેક્ષાએ ગધેડીના દૂધનો સ્વાદ થોડો હલ્કો અને પચવામાં સરળ હોય છે. 


7. ગધેડીના દૂધમાંથી બનેલ ઉત્પાદનો
આજે ગધેડીના દૂધમાંથી બનેલા સાબુ, ક્રીમ અને લોશન બજારમાં ઉપલબ્ધ છે. આ ઉત્પાદનો કુદરતી અને કેમિકલ મુક્ત હોવાને કારણે ત્વચા માટે ખૂબ જ સલામત માનવામાં આવે છે.


8. ગધેડીના દૂધનું વધતું બજાર
ભારતમાં ગધેડીના દૂધની માંગ ધીમે ધીમે વધી રહી છે. તેને પ્રીમિયમ ઉત્પાદનો તરીકે વેચવામાં આવે છે અને તેના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.