Alum Benefits: આપણા રસોડામાં રહેલી વસ્તુઓમાંથી મોટાભાગની વસ્તુઓ એવી હોય છે કે જેનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે ઔષધી તરીકે પણ કરવામાં આવે છે. તેનો ઉપયોગ આપણા ચહેરાની સુંદરતા વધારવા માટે પણ થાય છે. જરૂરી હોય છે એ જાણવું કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. આજે તમને રસોડામાં અવારનવાર ઉપયોગમાં લેવાતી આવી જ એક એવી વસ્તુ વિશે જણાવી રહ્યા છીએ. આ વસ્તુ પણ કોઈ દવાથી કમ નથી. આ વસ્તુ છે ફટકડી. ફટકડી સામાન્ય રીતે દરેકના રસોડામાં હોય છે. આ ફટકડી ત્વચા, વાળ તેમજ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: શિયાળામાં આલિયા જેવી ગુલાબી ત્વચા રાખવા માટે ઘરના રસોડાની આ વસ્તુનો કરો ઉપયોગ


આ રીતે કરો ફટકડીનો ઉપયોગ


- જો તમારી ત્વચા પર કરચલીઓ પડી રહી છે તો તમે ફટકડીનો પાઉડર બનાવી તેમાં ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ બનાવો અને તેને ચહેરા પર લગાવો. 30 મિનિટ પછી ચહેરો સાફ કરી લેવો.


- જો નાની ઉંમરમાં જ તમારા ચહેરા પર ડાઘ, કરચલીઓ દેખાવા લાગી હોય તો ચહેરાને પાણીથી સાફ કરી ચહેરો ભીનો હોય ત્યારે જ તેના પર ફટકડીના ટુકડાથી મસાજ કરો. 10 મિનિટ બાદ ચહેરાને પાણીથી સાફ કરો. 


- જો ચહેરા પર ડાર્ક સ્પોટ્સ હોય તો ફટકડીમાં ગુલાબજળ ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ડાઘ હોય તે જગ્યા પર લગાવો. થોડા જ દિવસોમાં ડાર્ક સ્પોટ દુર થઈ જશે.


આ પણ વાંચો:  વાળની ડ્રાયનેસથી પરેશાન છો? તો આ વસ્તુનો કરો ઉપયોગ, એકવારમાં વાળ થશે સોફ્ટ અને શાઈની


- જો તમારા વાળ વધારે પ્રમાણમાં ખરતાં હોય અથવા તો ડેન્ડ્રફ હોય તો વાળ ધોવા માટેના કોઈપણ શેમ્પૂમાં એક ચપટી ફટકડી ઉમેરી તેનાથી વાળને શેમ્પૂ કરો. અઠવાડિયામાં બે વાર આમ કરવાથી વાળ ખરતાં બંધ થશે. 


- જો નાની ઉંમરમાં તમારા વાળ સફેદ થઈ રહ્યા છે તો ગુલાબજળમાં ફડકડી ઉમેરી પેસ્ટ બનાવી તેને વાળના મૂળમાં લગાવો. 30 મિનિટ પછી વાળ ધોઈ લેવા. એક અઠવાડિયું આમ કરવાથી તુરંત ફરક દેખાશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)