Coconut Milk: શિયાળામાં સુંદર અને સોફ્ટ ત્વચા મેળવવા નાળિયેરના દૂધનો આ રીતે કરો ઉપયોગ
Coconut Milk: જો તમે શિયાળામાં ત્વચાને અંદરથી મોઈશ્ચર મળે તેવા ઉપાય કરશો તો તેનાથી ત્વચાની ડ્રાઇનેસની સમસ્યા ઝડપથી દૂર થશે. આમ તો ત્વચાની ડ્રાઇનેસ ને દૂર કરવાના ઘણા ઘરગથ્થુ ઉપાયો છે પરંતુ શિયાળામાં સૌથી અસરકારક નાળિયેરનું દૂધ રહે છે.
Coconut Milk: શિયાળામાં ચહેરાની સુંદરતામાં ઘટાડો થઈ જાય છે. તેનું કારણ હોય છે ત્વચાની ડ્રાયનેસ. ઠંડીના કારણે ચહેરા પર ડેટ સ્કીન વધી જાય છે અને ડ્રાયનેસના કારણે ચહેરો ડલ પણ લાગે છે. શિયાળામાં ત્વચાની સમસ્યાઓને દૂર કરવા માટે વિવિધ પ્રકારના પ્રોડક્ટ નો ઉપયોગ પણ કરવામાં આવે છે પરંતુ આ પ્રકારની ક્રીમ જ્યાં સુધી ચહેરા પર હોય છે ત્યાં સુધી જ તેની અસર દેખાય છે. પરંતુ તેનાથી ત્વચાની અંદરની ડ્રાઇનેસ દૂર થતી નથી. જો તમે શિયાળામાં ત્વચાને અંદરથી મોઈશ્ચર મળે તેવા ઉપાય કરશો તો તેનાથી ત્વચાની ડ્રાઇનેસની સમસ્યા ઝડપથી દૂર થશે. આમ તો ત્વચાની ડ્રાઇનેસ ને દૂર કરવાના ઘણા ઘરગથ્થુ ઉપાયો છે પરંતુ શિયાળામાં સૌથી અસરકારક નાળિયેરનું દૂધ રહે છે.
આ પણ વાંચો: Hair Gel: વાળને ખરતાં અટકાવી ઝડપથી લાંબા કરવા હોય તો ટ્રાય કરો અળસીનું હેર જેલ
નાળિયેરનું દૂધ સરળતાથી ઘરે જ તૈયાર થઈ શકે છે. આ ખૂબ જ અસરકારક ઘરેલુ નુસખો છે. તેનાથી ત્વચા પર કોઈ આડઅસર પણ થતી નથી અને ત્વચાની સુંદરતામાં ચાર ચાંદ લાગે છે. તેના માટે એક વાટકીમાં થોડું નાળિયેરનું દૂધ લઈ તેમાં લીંબુનો રસ ઉમેરો. બંને વસ્તુને બરાબર મિક્સ કરીને ચહેરા પર લગાડો અને પાંચ મિનિટ માટે મસાજ કરો. આ મિશ્રણને 20 મિનિટ સુધી ચહેરા પર રહેવા દો અને પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. નિયમિત આ ફેસપેકનો ઉપયોગ કરશો તો તમારી ત્વચા સ્વસ્થ અને ચમકદાર બનશે સાથે જ તેના પર પડતી કરચલીઓમાં પણ ઘટાડો આવશે.
આ પણ વાંચો:Lip Care: શિયાળામાં પણ હોઠને રુ જેવા સોફ્ટ રાખવા અજમાવો આ 5 માંથી કોઈ એક ઉપાય
નાળિયેરનું દૂધ કાઢવા માટે તમે કાચા નાળિયેરના ટુકડા કરી મિક્સરમાં તેને વાટી લો. તૈયાર કરેલી પેસ્ટને મલમલના કપડામાં કાઢી તેને નિચોવી અને તેમાંથી દૂધ અલગ કરી લો. જ્યારે પણ ચેહરા પર આ ફેસપેક લગાડવું હોય ત્યારે તાજું જ દૂધ કાઢવું અને તુરંત જ તેનો ઉપયોગ કરવો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)