Skin Care: કોફી એવી વસ્તુ છે જેનો સમાવેશ સ્કીનકેર રુટીનમાં કરવામાં આવે તો બેસ્ટ રિઝલ્ટ મળે છે. કોફીનો ઉપયોગ કરીને ત્વચા માટે બેસ્ટ સ્ક્રબ તૈયાર કરી શકાય છે. આ સ્ક્રબ ત્વચાને યુવાન બનાવી રાખવાનું કામ કરે છે.  સ્કિન કેર માટે કોફી શ્રેષ્ઠ વિકલ્પ છે. કોફીના ઉપયોગથી ત્વચા સ્વસ્થ અને યુવાન દેખાય છે. તેનાથી તમારી ત્વચાના રોમછિદ્રો પણ ખુલી જાય છે અને સ્વચ્છ રહે છે. કોફીમાં રહેલા ગુણ ત્વચાની કરચલીઓ અને ફાઈન લાઈન્સની સમસ્યા પણ દુર કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોફી ત્વચાના મૃત કોષોને દૂર કરવાનું કામ કરે છે. તેનાથી ચહેરા પર કુદરતી ચમક આવે છે. કોફીનો આ રીતે ઉપયોગ કરવામાં આવે તો તેનાથી ચહેરા પરથી વૃદ્ધત્વની અસર દુર થઈ જાય છે. તો ચાલો તમને જણાવીએ ત્વચા માટે કોફીના ફેસપેક કેવી રીતે તૈયાર કરવા.


આ પણ વાંચો:


આ ટીપ્સ ફોલો કરશો તો તકલીફ વિના કાનનો મેલ આવી જશે બહાર, ઈયરબડની નહીં પડે જરૂર


કાકડીની કડવાશ દુર કરવાની આ 3 ટ્રીક છે જોરદાર, 1 મિનિટમાં મીઠી થઈ જશે કાકડી


Rice Water: ચોખાના પાણીથી ઝડપથી લાંબા થશે વાળ, જાણો કેવી રીત કરવો ઉપયોગ


એલોવેરા અને કોફી 
તમે કોફી અને એલોવેરા જેલને મિક્સ કરીને પેસ્ટ બનાવી શકો છો. આ પેસ્ટને ગરદન અને ચહેરા પર લગાવો. તેનાથી ત્વચા પર થોડીવાર મસાજ કરો. ત્યારપછી ત્વચાને સાફ કરો. કોફી અને એલોવેરાની પેસ્ટને ચહેરા પર 20 મિનિટ માટે રહેવા દો. ત્યારપછી ચહેરાને પાણીથી સાફ કરો. કોફી અને એલોવેરાનો ઉપયોગ અઠવાડિયામાં 2 થી 3 વખત કરી શકાય છે.


કોફી અને દૂધ 
ત્વચા માટે કોફી અને દૂધનો પણ ઉપયોગ કરી શકો છો. આ મિશ્રણને તૈયાર કરી તેને ચહેરા અને ગરદન પર લગાવો. ત્યારબાદ આંગળીઓથી મસાજ કરો. કોફી અને દૂધની પેસ્ટને ત્વચા પર 20 મિનિટ માટે રહેવા દો. ત્યાર પછી ચહેરાને સ્વચ્છ પાણીથી સાફ કરો. આ ફેસપેક તમારા ચહેરા પર કુદરતી ચમક લાવશે.


કોફી અને કેળુ
તમે ત્વચા પર કોફી અને કેળાની પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે કેળાની પેસ્ટમાં થોડો કોફી પાવડર મિક્સ કરો. કોફી અને કેળાની પેસ્ટ ચહેરા અને ગરદન પર લગાવો. 20 મિનિટ તેને રહેવા દો અને પછી તેને સાફ કરો.


કોફી અને મધ 
કોફી અને મધની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવો. આ પેસ્ટને ચહેરા પર 20 માટે રાખો. ત્યારબાદ હુંફાળા પાણીથી તેને સાફ કરો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)