Skin Care: ટેનિંગ દૂર કરવા આ 3 રીતે દહીંનો કરો ઉપયોગ, 10 મિનિટમાં ચહેરો ચમકી જશે
Skin Care: દહીંનો ઉપયોગ કરવાથી ત્વચા પર થયેલી ટેનિંગ તુરંત દૂર થઈ જાય છે. જો નિયમિત રીતે તમે દહીંને આ ત્રણમાંથી કોઈ એક રીતે પણ ત્વચા પર લગાડવાનું રાખશો તો ચહેરા પરથી ટેનિંગ દસ મિનિટમાં દૂર થઈ જશે અને ચહેરાની રંગત પહેલા કરતાં પણ વધારે ખીલી જશે.
Skin Care: ઉનાળાનો આંકરો તાપ ત્વચાને સૌથી વધુ નુકસાન કરે છે. જો વધારે સમય સુધી તડકામાં રહેવાનું થાય તો ત્વચા ટેન થઈ જાય છે. તડકામાં રહેવાથી ત્વચા કાળી પડવા લાગે છે અને ચહેરો પણ ડલ દેખાય છે. ઉનાળા દરમિયાન થતી આ સૌથી મોટી સમસ્યા છે. દરેક વ્યક્તિને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. તડકાના કારણે થતી ટેનીંગને દૂર કરવા માટે તમે ઘરમાં જ રહેલા દહીંનો ઉપયોગ કરી શકો છો.
આ પણ વાંચો: ગરમાગરમ વસ્તુ ખાવા કે પીવાથી જીભ દાઝી જાય તો તુરંત રાહત માટે ટ્રાય કરો આ દેશી ઈલાજ
દહીંનો ઉપયોગ કરવાથી ત્વચા પર થયેલી ટેનિંગ તુરંત દૂર થઈ જાય છે. જો નિયમિત રીતે તમે દહીંને આ ત્રણમાંથી કોઈ એક રીતે પણ ત્વચા પર લગાડવાનું રાખશો તો ચહેરા પરથી ટેનિંગ દસ મિનિટમાં દૂર થઈ જશે અને ચહેરાની રંગત પહેલા કરતાં પણ વધારે ખીલી જશે.
દહીંના ફેસપેક
આ પણ વાંચો: 50 વર્ષે પણ દેખાવું હોય 30 જેવું તો આ સફેદ વસ્તુ ખાવાનું શરુ કરો, જુવાની જાશે જ નહીં
દહીં અને ચણાનો લોટ
ચહેરાની ટેનિંગ દૂર કરવા માટે દહીં અને ચણાના લોટનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે એક વાટકીમાં બે ચમચી ચણાનો લોટ લઈ બે ચમચી દહીં મિક્સ કરો. તેમાં ચપટી હળદર ઉમેરો. આ સામગ્રીને બરાબર મિક્સ કરી ચહેરા અને ગરદન પર લગાડો અને 15 મિનિટ રહેવા દો. ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. નિયમિત તેનો ઉપયોગ કરશો એટલે ટેનિંગની સમસ્યા દૂર થઈ જશે.
આ પણ વાંચો: Onion For Hair: વાળનો ગ્રોથ વધારવા આ રીતે લગાડો ડુંગળી, વાળ ઝડપથી લાંબા થાશે
દહીં અને કોફી
ચહેરા પરની ટેનિંગ દૂર કરીને ત્વચા પર રંગત વધારવા માટે દહીં અને કોફીનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે એક વાટકીમાં બે ચમચી દહીં લઈ તેમાં એક ચમચી કોફી પાવડર ઉમેરો. આ મિશ્રણને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાડી થોડી મિનિટ રહેવા દો. ત્યાર પછી હળવા હાથે મસાજ કરો અને પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો. તેનાથી ટેનિંગ રીમુવ થશે અને સ્કીન પર ગ્લો પણ આવશે.
આ પણ વાંચો: Hair Care: ઉનાળામાં વધારે ખરતાં હોય વાળ તો ટ્રાય કરો આ નુસખા, એકવારમાં દેખાશે અસર
દહીં અને લીંબુ
ટેનિંગ દુર કરવા માટે દહીં અને લીંબુનું મિશ્રણ પણ અસરકારક છે. લીંબુમાં સિટ્રિક એસિડ હોય છે જે ત્વચા પરના ડાઘ દૂર કરે છે. તેના માટે એક વાટકીમાં બે ચમચી દહીં લઈ તેમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર લગાડો અને દસ મિનિટ સુધી રહેવા દો. ત્યાર પછી ચહેરાને પાણીથી વોશ કરી લો. બે થી ત્રણ અઠવાડિયા આ મિશ્રણ ચેહરા પર લગાડશો તો ટેનિંગ દૂર થઈ જશે અને સ્કીન ખીલી જશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)