Hibiscus: મફતમાં મળતા આ લાલ ફૂલથી ચહેરાની કરચલીઓ થશે ઓછી, 40 વર્ષે પણ ત્વચા દેખાશે 25 જેવી
Hibiscus:જો તમે 40 વર્ષની ઉંમર પછી પણ સ્કીનને ગ્લોઇંગ, ટાઈટ અને સુંદર બનાવી રાખવા માંગો છો તો કેટલાક ઘરેલુ નુસખાની મદદ લઈ શકાય છે.કેટલીક સરળતાથી ઉપલબ્ધ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે ત્વચા પર સુંદરતા જાળવી શકો છો. જો યોગ્ય સમયે જ આ માવજત શરૂ કરી દેવામાં આવે તો 40થી ઉંમરમાં પણ ત્વચા 25 વર્ષ જેવી યુવાન દેખાઈ શકે છે.
Hibiscus: જેમ જેમ ઉંમર વધે તેમ ત્વચાની માવજત પણ વધારે કરવી પડે છે. જો ધ્યાન રાખવામાં ન આવે તો વધતી ઉંમરની અસર ચહેરા પર ઝડપથી દેખાવા લાગે છે. વધતી ઉંમરની અસરના કારણે ચહેરા પર કરચલીઓ પડવા લાગે છે અને ચહેરાની ત્વચા ઢીલી પડી જાય છે. જો તમે 40 વર્ષની ઉંમર પછી પણ સ્કીનને ગ્લોઇંગ, ટાઈટ અને સુંદર બનાવી રાખવા માંગો છો તો કેટલાક ઘરેલુ નુસખાની મદદ લઈ શકાય છે.
આ પણ વાંચો: Kankhajura: બાથરુમમાં વારંવાર નીકળે છે કાનખજૂરા? આ ટીપ્સ અપનાવી મેળવો કાયમી મુક્તિ
કેટલીક સરળતાથી ઉપલબ્ધ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે ત્વચા પર સુંદરતા જાળવી શકો છો. જો યોગ્ય સમયે જ આ માવજત શરૂ કરી દેવામાં આવે તો 40થી ઉંમરમાં પણ ત્વચા 25 વર્ષ જેવી યુવાન દેખાઈ શકે છે. આમ તો એવી ઘણી બધી વસ્તુઓ છે જે ત્વચાને ફાયદો કરે છે અને એન્ટી એજીંગ ઇફેક્ટ આપે છે. પરંતુ તેમાં સૌથી વધારે અસરદાર છે જાસુદના ફૂલ. જાસૂદના ફૂલ તમને કોઈપણ જગ્યાએથી ફ્રીમાં પણ મળી શકે છે. એક ફૂલ તમારી ત્વચાની સુંદરતામાં અનેક ગણો વધારો કરી શકે છે. તો ચાલો આજે તમને જાસૂદના ફૂલથી બનતા બે ફેસ માસ્ક વિશે જણાવીએ. જેનો ઉપયોગ કરશો તો તમારી ત્વચાની કરચલીઓ ઓછી થવા લાગશે અને ત્વચા પર નેચરલ ગ્લો દેખાશે.
આ પણ વાંચો: Thick Malai: આ ટીપ્સ ફોલો કરશો તો રોજ દૂધ પર જામશે જાડી મલાઈ, ઘી પણ થાશે વધારે
જાસૂદના ફૂલ અને મુલતાની માટી
ચહેરા પરની કરચલીઓથી પરેશાન હોય તો જાસુદના ફૂલનો ઉપયોગ કરવાની શરૂઆત કરી દો. તેનાથી ત્વચા કુદરતી રીતે ટાઈટ થવા લાગે છે. આ ફેસપેક બનાવવા માટે એક બાઉલમાં 4 ચમચી મુલતાની માટી લેવી અને તેમાં 2 ચમચી જાસુદના ફૂલનો પાવડર મિક્સ કરો. ત્યાર પછી તેમાં ગુલાબજળ ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. તૈયાર કરેલી પેસ્ટને ચહેરા પર 20 થી 25 મિનિટ માટે લગાવો. ત્યાર પછી પેસ્ટ સુકાઈ જાય તો પાણીથી સાફ કરી લો
આ પણ વાંચો: 0 વર્ષ પછી પણ નીતા અંબાણીની જેમ સુંદર દેખાવું હોય તો રાત્રે પીવા લાગો આ ખાસ ડ્રિંક
જાસૂદમાં ફૂલ અને દૂધ
જો ત્વચા પર ટેનિંગ વધારે થઈ ગયું હોય તો જાસુદના ફુલ અને દૂધનો ફેસપેક લગાવી શકાય છે. તેનાથી ત્વચાની રંગત નીકળે છે. સૌથી પહેલા જાસૂદના ફૂલની પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટમાં થોડું દૂધ ઉમેરી સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણને ચહેરા અને ગરદન પર લગાડીને 15 મિનિટ રાખો. ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો.
આ ફેસપેકનો ઉપયોગ અઠવાડિયામાં 3 થી 4 વખત કરશો તો તમને થોડા જ દિવસોમાં સ્કીનમાં ફરક દેખાવા લાગશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)