White Hair: મહેંદી વાળ માટે ખૂબ જ ગુણકારી છે. ખાસ કરીને વાળમાં ડ્રાયનેસ અને વાળ સફેદ થવાની સમસ્યા હોય તો મહેંદી ખૂબ જ ઉપયોગી છે. વાળ માટે ગુણકારી હોવા છતાં ઘણા લોકો મહેંદીનો ઉપયોગ કરવાનું ટાળે છે કારણ કે લોકોની ફરિયાદ હોય છે કે મહેંદી વાળમાં લગાડવાથી વાળ લાલ થવા લાગે છે. જોકે આવું ત્યારે થાય છે જ્યારે તમે મહેંદી સાથે યોગ્ય વસ્તુનો ઉપયોગ ન કરો. કેટલીક એવી વસ્તુઓ છે જેમાં મહેંદી મિક્સ કરીને વાળમાં લગાડશો તો વાળની ચમક યથાવત રહેશે અને સફેદ વાળથી પણ છુટકારો મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાળને કાળા અને રેશમી બનાવવા માટે સમયે સમયે મહેંદીનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ મહેંદીની સાથે તમે કઈ વસ્તુ ઉમેરો છો તેનું ખાસ ધ્યાન રાખવું. આજે તમને પાંચ એવી વસ્તુ વિશે જણાવીએ જેને મહેંદીમાં મિક્સ કરીને વાળમાં લગાડશો તો વાળ તુરંત જ કાળા દેખાશે અને રેશમી પણ બનશે. 


આ પણ વાંચો: આ 2 તેલનો ઉપયોગ કરશો તો મેકઅપ સરળતાથી થશે રીમૂવ અને ત્વચાની ડ્રાયનેસ પણ થશે દુર


તલનું તેલ


જો તમારે વાળને કાળા બનાવવા હોય અને લાંબા કરવા હોય તો મહેંદીનું હેર માસ્ક બનાવો ત્યારે તેમાં તલનું તેલ મિક્સ કરી દો. તલનું તેલ મહેંદીમાં ઉમેરવાથી સફેદ વાળ પર રંગ ઝડપથી ચડે છે અને વાળ રેશમી દેખાય છે. 


લવિંગ


મહેંદીમાં જો તમે લવિંગ મિક્સ કરીને વાળમાં લગાડો છો તો વાળ પર કાળો કલર ચડે છે. તેના માટે મહેંદી પલાળો ત્યારે તેની સાથે લવિંગનો પાવડર પણ ઉમેરી દેવો. ત્યાર પછી મહેંદીને વાળમાં લગાડો.


આ પણ વાંચો: ગરદન પર વર્ષોથી જામેલી કાળાશ પણ મિનિટોમાં થશે દુર, અજમાવો દાદીમાંના આ નુસખા


તજ


મહેંદીને વાળમાં લગાડો ત્યારે તેમાં તજ પણ ઉમેરી શકાય છે. મહેંદી પાવડરમાં તજ પાઉડર મિક્સ કરી તેને પલાળી દેવું અને આ હેર માસ્ક નો માથામાં ઉપયોગ કરવો. આ મિશ્રણ વાળમાં લગાડવાથી વાળ કાળા થાય છે. જો તમારે તજનો પાવડર ઉપયોગમાં ન લેવો હોય તો તમે રાત્રે પાણીમાં તજનો ટુકડો પલાળી દો અને સવારે આ પાણીથી મહેંદી પલાળો.


આમળા


મહેંદી પલાળો ત્યારે સાદા પાણીનો ઉપયોગ કરવાને બદલે તેમાં આમળાની પેસ્ટ અથવા તો આમળાનો રસ મિક્સ કરી શકો છો. આમળામાં વિટામિન સી હોય છે જે વાળને મજબૂત બનાવે છે અને સાથે જ કાળા કરે છે


આ પણ વાંચો: ડાર્ક સર્કલથી કાયમી મુક્તિ અપાવશે આ હોમમેડ માસ્ક, 7 દિવસમાં સ્કીનની ડાર્કનેસ થશે દુર


બીટ


સફેદ વાળની સમસ્યાથી નાના મોટા સૌ કોઈ પરેશાન રહે છે. આ સમસ્યાને દૂર કરવા માટે મહેંદીમાં તમે બીટ ઉમેરીને તેને વાળમાં લગાડી શકો છો. તેનાથી સફેદ વાળ ઇન્સ્ટન્ટલી કલર થઈ જાય છે અને સુંદર પણ દેખાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)